12 year old daughter suicide

Police Family Suicide: પોલીસ કોન્સ્ટેબલના પરિવારે કરી સામુહિક આત્મહત્યા, 12 માળેથી કુદી જીવન ટૂંકાવ્યુ

Police Family Suicide: પોલીસ કોન્સ્ટેબલે તેમની પત્ની અને ત્રણ વર્ષની માસુમ દીકરી સાથે મોડી રાત્રે બે વાગ્યે એપાર્ટમેન્ટના બારમા માળેથી નીચે કૂદી મોત વ્હાલુ કર્યું

અમદાવાદ, 07 સપ્ટેમ્બર: Police Family Suicide: અમદાવાદમાં હચમચાવી દે તેવો સામૂહિક આત્મહત્યાનો કિસ્સો બન્યો છે. એક પોલીસ કર્મીએ પોતાના નાનકડા પરિવાર સાથે સામુહિક આપઘાત કર્યો છે. પોલીસ કોન્સ્ટેબલે તેમની પત્ની અને ત્રણ વર્ષની માસુમ દીકરી સાથે મોડી રાત્રે બે વાગ્યે એપાર્ટમેન્ટના બારમા માળેથી નીચે કૂદી મોત વ્હાલુ કર્યું છે. પોલીસ પરિવારે ગોતાના દીવા હાઇટ્સના બારમા માળેથી નીચે પડતું મૂકી સામૂહિક આત્મહત્યા કરી છે.

વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં એકાઉન્ટ શાખામાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ ભરતસિંહ યાદવે પોતાના પરિવાર સાથે આત્મહત્યાનુ પગલુ લેતા પોલીસ બેડામાં શોકની લાગણી ફરી વળી છે.

આ પણ વાંચોઃ Pranav Thakkar’s statement about grade pay: આપ ગુજરાત પ્રદેશ લીગલ સેલના પ્રદેશ પ્રમુખ પ્રણવ ઠક્કરએ ગ્રેડ પેને લઇ કહી મહત્વની વાત- વાંચો વિગત

કુલદીપ યાદવે પત્ની રિદ્ધિબેન તથા 3 વર્ષની દીકરી આકાંક્ષા સાથે મોડી રાત્રે બે વાગ્યે આપઘાત કર્યો છે. આપઘાત કરવા પાછળનું કારણ હજી સામે આવ્યું નથી. સોલા હાઈકોર્ટે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે, પોલીસ પરિવારે આત્મહત્યા કરી હોય તેવો આ પહેલો કિસ્સો છે. સરળ અને શાંત સ્વભાવના કુલદીપસિંહ યાદવે કેમ આવું પગલુ ભર્યું તે સમજી શકાયું નથી. તેઓ ભાવનગરના સિહોર પાસેના વડીયાના રહેવાસી હતા, અને પત્ની અને દીકરી સાથે અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતા હતા.

આ પણ વાંચોઃ Richa Chadha Wedding date: બોલિવુડ એક્ટ્રસ પોતાના બોયફ્રેન્ડ સાથે કરશે લગ્ન, તારીખ કરી જાહેર

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.