Seat belt mandatory for rear seat

Seat belt mandatory for rear seat: હવે કારમાં પાછળ બેઠેલા લોકો માટે પણ સીટ બેલ્ટ ફરજીયાત, કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય

Seat belt mandatory for rear seat: ગડકરીએ કહ્યુ, આગળ કે પાછળ સીટ બેલ્ટ પહેર્યા વિના બેઠેલા લોકો પર દંડ ફટકરાવાની યોજના બનાવી રહ્યું છે મંત્રાલય

નવી દિલ્હી, 07 સપ્ટેમ્બરઃSeat belt mandatory for rear seat: હવે પાછળની સીટ પર બેઠેલી વ્યક્તિઓએ પણ સીટ બેલ્ટ પહેરવો પડશે. જી હાં આ નિર્ણય કેન્દ્રીય રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રીએ કર્યો છે. ગડકરીએ કહ્યુ કે તેમનું મંત્રાલય તેવા લોકો પર દંડ ફટકારવાની યોજના બનાવી રહ્યું છે, જે લોકો કારમાં સીટ બેલ્ટ વગર સફર કરે છે, ભલે તે આગળ કે પાછળ ગમે તે સીટ પર બેઠા હોય.

હવે તેના પર જલદી દંડ ફટકારવામાં આવશે. નવી દિલ્હીમાં આયોજીત IAA ગ્લોબલ સમિટમાં પહોંચેલા ગડકરીએ સાઇરસ મિસ્ત્રી વિશે મીડિયાના સવાલોનો જવાબ આપ્યો હતો. 

આ પણ વાંચોઃ Police Family Suicide: પોલીસ કોન્સ્ટેબલના પરિવારે કરી સામુહિક આત્મહત્યા, 12 માળેથી કુદી જીવન ટૂંકાવ્યુ

મંત્રી ગડકરીએ તે સ્વીકાર કરતા કહ્યું કે ભારતમાં રોડ અકસ્માત વધુ થાય છે. છતાં તેમણે પ્રસ્તાવિત નવા સીટ બેલ્ટ નિયમના ઉલ્લંઘન પર ફટકારવામાં આવતા દંડની રકમનો ઉલ્લેખ કરવાનો ઇનકાર કરી દીદો છે. પરંતુ તેમણે કહ્યું કે કાર બનાવતા સમયે એરબેજને ફરજીયાત બનાવવાની જોગવાઈની સાથે નવા નિયમની કારોને તૈયાર કરવામાં આવશે. 

શું છે નિયમ
કેન્દ્રીય મોટર વાહન નિયમ (1989) ની કલમ 138 (3) અનુસાર તમે જે કારમાં નિયમ 125 કે નિયમ 125ના ઉપ-નિયમ (1) કે ઉપ-નિયમ (1-એ) હેઠળ સીટબેલ્ટ પ્રદાન કરે છે. તે કારમાં ચાલક અને આગળની સીટ પર બેઠેલા વ્યક્તિએ સીટ બેલ્ટ લગાવવો જરૂરી છે. સાથે 5 સીટર કારોમાં પાછળ બેઠેલા વ્યક્તિએ પણ સીટ બેલ્ટ લગાવવો જરૂરી છે. તો 7 સીટર કારમાં પાછળ બેઠેલા યાત્રીકોનો ફેસ સામેની તરફ છે, તેમાં ચાલતા સમયે સીટ બેલ્ટ લગાવવો જરૂરી છે. 

નોંધનીય છે કે, સીટબેલ્ટ લગાવવો કાયદા દ્વારા ફરજીયાત છે અને તેમાં દંડ પણ સામેલ છે. પરંતુ લોકો તેનું પાલન કરતા નથી. 2019માં ભારતમાં મોટર વાહન સંશોધન અધિનિયમ 2019માં સીટબેલ્ટ ન પહેરવા પર દંડ 100 રૂપિયાથી વધારી 1 હજાર રૂપિયા કરવામાં આવ્યો હતો. 

આ પણ વાંચોઃ Pranav Thakkar’s statement about grade pay: આપ ગુજરાત પ્રદેશ લીગલ સેલના પ્રદેશ પ્રમુખ પ્રણવ ઠક્કરએ ગ્રેડ પેને લઇ કહી મહત્વની વાત- વાંચો વિગત

Gujarati banner 01