electric pole

વિજળીના તારમાં ફસાયેલા કબૂતરને છોડવા થાંભલા પર ચડેલા (youth lost his life) યુવકે પોતાનો જીવ ગુમાવ્યો- વીડિયો થયો વાયરલ

youth lost his life: 35 વર્ષીય દિલીપભાઇ વાઘરી ત્યાંથી પસાર થઇ રહ્યાં હતા. તેમણે કબૂતરને તાર પર ફસાયેલુ જોઇને તેનો જીવ બચાવવા માટે લોખંડનો પાઇપ લઇ થાંભલા પર ચડ્યા હતા.

અરવલ્લી, 10 જૂનઃ youth lost his life: ગુજરાતના અરવલ્લી જિલ્લામાં વિજળીના તાર પર ફસાયેલા કબૂતરનો જીવ બચાવવા જતા યુવકે પોતાનો જીવ ગુમાવ્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. ઘટના સ્થળે યુવકનું મોત નીપજ્યુ છે. પોલીસે આ કેસ નોંધીને તપાસ હાથ ધરી છે.

મળેલી જાણકારી અનુસાર, આ ઘટના માલપુર ગામની છે. અહીં બપોરે 12 વાગ્યાની આસપાસ વીજળીના તાર પર એક કબૂતર ફસાઇ ગયુ હતુ. તે ફડફડી રહ્યુ હતું. તે (youth lost his life) દરમિયાન 35 વર્ષીય દિલીપભાઇ વાઘરી ત્યાંથી પસાર થઇ રહ્યાં હતા. તેમણે કબૂતરને તાર પર ફસાયેલુ જોઇને તેનો જીવ બચાવવા માટે લોખંડનો પાઇપ લઇ થાંભલા પર ચડ્યા હતા. દિલીપ ભાઇ જેવી રીતે પાઇપથી તારની વચ્ચે ફસાયેલા કબૂતરને છોડવવાનો પ્રયત્ન કર્યો તેવામાં જ તે સમયે હાઇવોલ્ટેજનો ઝટકો લાગતા તે નીચે પડી ગયા.

Whatsapp Join Banner Guj

આ જોઇને મોટી સંખ્યામાં (youth lost his life) ત્યાં લોકો ભેગા થઇ ગયા હતા. ઘટનાની જાણ થતા જ માલપુર પોલીસ પણ ત્યાં પહોંચી હતી. પોલીસે કહ્યું કે, યુવકનું મૃત્યુ ઘટના સ્થળે જ થયું છે. તે યુવક વિશે તપાસ કરતા જાણકારી મળી છે કે, તે વિવાહિત હતો, તેના ત્રણ બાળકો છે. તેના મૃત્યુથી પરિવાર માતમનો માહોલ સર્જાયો છે.

આ પણ વાંચો…ટ્વિટર(twitter) કેન્દ્ર સરકારના નવા આઇટી નિયમ માનવા તૈયાર, પત્ર લખીને સ્વીકાર્યા ભારત સરકારના નિયમો- વાંચો શું છે મામલો?