mehul choksi

ડોમિનિકાની સરકારે ભાગેડુ મેહુલ ચોક્સી(Mehul choksi)ને ગેરકાયદેસર અપ્રવાસી જાહેર કર્યો- વાંચો શું છે મામલો?

નવી દિલ્હી, 10 જૂનઃ પંજાબ નેશનલ બેંક (PNB) સ્કૈમના આરોપી મેહુલ ચોક્સી(Mehul choksi)ને ડોમિનિકામાં મોટો ફટકો લાગ્યો છે. ડોમિનિકાની સરકારે મેહુલ ચોક્સીને ગેરકાયદેસર અપ્રવાસી જાહેર કર્યો છે. 25 મે ના રોજ ડોમિનિકા સરકાર દ્વારા આ વિશે આદેશ રજુ કરવામાં આવ્યો હતો.

એંટીગુઆમાં રહેનારા મેહુલ ચોક્સી(Mehul choksi) 23 મે ના રોજ ડોમિનિકા પહોચ્યો હતો, ત્યારથી ત્યા તેને ડોમિનિકાની પોલીસે પકડી લીધો હતો અને અત્યાર સુધી તે પોલીસની ધરપકડ હેઠળ જ છે. મેહુલ ચોક્સી દ્વારા જામીન અરજી દાખલ કરવામાં આવી હતી, જો કે હજુ સુધી તેના પર કોઈ નિર્ણય થયો નથી.

Whatsapp Join Banner Guj

મળતી માહિતી મુજબ ડોમિનિકા સરકારે આ ડોક્યુમેંટ કોર્ટ સામે મુક્યો છે અને અપીલ કરી છે કે મેહુલ ચોક્સીની અરજી રદ્દ થાય અને તેને ભારત મોકલી દેવામાં આવે. સરકારનો આ આદેશ મેહુલ ચોક્સી માટે મોટો ફટકો છે અને સાથે જ અપહરણ કરનારી રચાયેલી સ્ટોરી પર પણ એક પ્રહાર છે.

ઉલ્લેખનીય છે કે મેહુલ ચોક્સી(Mehul choksi) પર પંજાબ નેશનલ બેંકને 13500 કરોડ રૂપિયાનો ચૂનો લગાવવાનો આરોપ છે. લાંબા સમયથી મેહુલ ચોક્સી એંટીગુઆમાં રહી રહ્યો હતો. 23 મે ના રોજ તે ડોમિનિકા પહોચ્યો, મેહુલ ચોક્સીના વકીલ તરફથી દાવો કરવામાં આવ્યો કે મેહુલ ચોક્સીનુ અપહરણ કરવામાં આવ્યુ હતુ અને તેને બળજબરીથી ડોમિનિકા લાવવામાં આવ્યો હતો..

મેહુલ ચોકી તરફથી બારબરા નામની યુવતી પર તેને ગેરમાર્ગે દોર્યા પછી તેનુ અપહરણ કરવાનો આરોપ લગાવ્યો હતો. જો કે બારબરાની તરફથી સફાઈ આપવામાં આવી હતી કે એ તેની ગર્લફ્રેંડ નહોતી. મેહુલ ચોક્સીએ તેની સાથે જુદા નામથી મુલાકાત કરી
હતી અને નકલી ભેટ આપવામાં આવી હતી.

મેહુલ ચોક્સી(Mehul choksi)ને મે ના અંતિમ અઠવાડિયામાં ડોમિનિકાથી પકડવામાં આવ્યો હતો. ભારતની તરફથી અધિકારીઓની ટીમ પણ તેના પ્રત્યર્પણ માટે ત્યા પહોચી હતી. જો કે આ અંગે કોઈ સફળતા મળી નથી. હવે ડોમિનિકાની કોર્ટ પર નજર છે કે તે મેહુલ ચોક્સીની જામીન આપે છે કે નહી.

આ પણ વાંચો…..

ઇટલીની સુપર સ્પોર્ટ્સ કાર કંપની લેમ્બોર્ગિનીએ પોતાની પાવરફુલ sports car ભારતમાં લૉન્ચ કરી, જાણો સુપર ફાસ્ટકારની કિંમત અને ફિચર્સ

ADVT Dental Titanium