Afghanistan Blast

Afghanistan Blast: હેરાતની મસ્જિદ બહાર જોરદાર વિસ્ફોટમાં 15 જેટલા લોકોના મોત- વાંચો શું છે મામલો?

Afghanistan Blast: પોલીસ પ્રવક્તા મહમૂદ રસોલીએ કહ્યુ કે મુઝીબ રહમાન અંસારી, તેના કેટલાક ગાર્ડ અને નાગરિકોની સાથે મસ્જિદ તરફ જતા મોતને ભેટ્યા છે

કાબુલ, 02 સપ્ટેમ્બરઃ Afghanistan Blast: અફઘાનિસ્તાનના હેરાતની ગુજરગાહ મસ્જિદમાં જુમાની નમાઝ દરમિયાન ધમાકો થયો છે. ટોલો ન્યૂઝ પ્રમાણે બ્લાસ્ટમાં મસ્જિદના ઇમામ મુઝીબ ઇમામ રહમાન અંસારીનું મોત થયું છે. તો આ વિસ્ફોટમાં 15 જેટલા લોકોના મોત થયા છે.

હેરાતના ગવર્નરના પ્રવક્તાએ કહ્યું કે વિસ્ફોટ એક આત્મઘાતી હુમલાને કારણે થયો. જાણવા મળ્યું કે ધમાકો મસ્જિદની અંદર જુમાની નમાઝ દરમિયાન થયો છે. હેરાતના પોલીસ પ્રવક્તા મહમૂદ રસોલીએ કહ્યુ કે મુઝીબ રહમાન અંસારી, તેના કેટલાક ગાર્ડ અને નાગરિકોની સાથે મસ્જિદ તરફ જતા મોતને ભેટ્યા છે. 

આ પણ વાંચોઃ Ankita remembers Sushant: સુશાંત સિંહ રાજપૂતને યાદ કરીને ભાવુક થઈ અંકિતા લોખંડે- જુઓ વીડિયો

મસ્જિદના ઇમામને તાલિબાનના સમર્થક ગણાવવામાં આવે છે. મુઝીબ રહમાન અંસારીએ જૂનના અંતમાં સમૂહો દ્વારા આયોજીત હજારો વિદ્ધાનો અને વૃદ્ધોની એક મોટી સભામાં તાલિબાનના બચાવમાં મજબૂતીથી વાત કરી હતી. 

તાલિબાનનું કહેવું છે કે તેમણે એક વર્ષ પહેલા સત્તા સંભાળ્યા બાદ દેશમાં સુરક્ષા ક્ષેત્રમાં સુધાર કર્યો છે, પરંતુ હાલના મહિનામાં ઘણા વિસ્ફોટ થયા છે, જેમાં મસ્જિદોને નિશાન બનાવવામાં આવી છે. સંયુક્ત રાષ્ટ્રએ અફઘાનિસ્તાનમાં વધતા હુમલા વિશે ચિંતા વ્યક્ત કરી હતી. નોંધનીય છે કે અફઘાનિસ્તાનમાં આ પહેલા પણ મસ્જિદો પર હુમલા થઈ ચુક્યા છે. આ વખતે જે ધમાકો થયો તેની તીવ્રતા વધુ હોવાનું સામે આવ્યું છે. 

આ પણ વાંચોઃ Thailand Tour: હવે લાંબા સમય સુધી થાઈલેન્ડમાં રોકાવવાની મળશે છૂટ

Gujarati banner 01