Britain PM liz truss Resign

Britain PM liz truss Resign: બ્રિટનના વડાપ્રધાન લિઝ ટ્રસે એક જ મહિનામાં આપ્યુ રાજીનામું- જાણો શું છે કારણ?

Britain PM liz truss Resign: 6 સપ્ટેમ્બરે પદભાર સંભાળ્યા બાદ અનેક ટીકાઓને અંતે આજે 20મી ઓક્ટોબર પદ છોડી દીધું છે એટલેકે તેઓ 45 દિવસ માટે જ બ્રિટનના વડાપ્રધાન રહ્યાં છે

નવી દિલ્હી, 20 ઓક્ટોબરઃBritain PM liz truss Resign: બોરિસ જ્હોન્સન સામે બળવો થયા પછી સત્તા પર આવેલાં લિઝ ટ્રસની ખુરશી પણ હવે ગઈ છે. વડાપ્રધાન બન્યાના એક જ મહિનામાં લિઝ ટ્રસે તેમના નિર્ણયોમાં વારંવાર યુ-ટર્ન લેવાની ફરજ પડવાના કારણે તેમના વિરુદ્ધ નારાજગી વધતા અંતે આજે તેમણે પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. લિઝ ટ્રસે જે વચનો આપીને વડાપ્રધાન બન્યા હતા તે વચનો હવે તેમના ગળાનો ફંદો બનતા એક બાદ એક તેને બદલવાની ફરજ પડી હતી.

વિપક્ષના વિરોધ અને પોતાના પક્ષના જ બળવાને કારણે ટ્રસે અંતે બ્રિટનના વડાપ્રધાન પદેથી એકાએક રાજીનામું આપ્યું છે. 6 સપ્ટેમ્બરે પદભાર સંભાળ્યા બાદ અનેક ટીકાઓને અંતે આજે 20મી ઓક્ટોબર પદ છોડી દીધું છે એટલેકે તેઓ 45 દિવસ માટે જ બ્રિટનના વડાપ્રધાન રહ્યાં છે. બ્રિટનના ઈતિહાસના તેઓ સૌથી ઓછા સમયગાળા માટેના વડાપ્રધાન રહ્યાં છે.

આ પણ વાંચોઃ 12th Defense Expo – 2022: કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં ‘આત્મનિર્ભર ઇન ડિફેન્સ R&D સિનર્જિસ્ટિક અપ્રોચ’ વિષયક સેમિનાર યોજાયો

આ પણ વાંચોઃ Defense Expo – 2022: મહાત્મા મંદિર ખાતે ‘વૈશ્વિક QA પ્રેક્ટિસ’ વિષય પર પરિસંવાદ સંરક્ષણ રાજ્ય મંત્રી અજય ભટ્ટની ઉપસ્થિતિમાં યોજાયો

Gujarati banner 01