Science jetfuel 1207714233

સમોસા તળ્યા બાદ વધેલા તેલમાંથી ચાલશે હવાઈ જહાજ, કાર્બન ઉત્સર્જન ઘટાડવા ફ્યુઅલ(carbon jet fuel) બનાવશે આ કંપની

બિઝનેસ ડેસ્ક, 23 મેઃcarbon jet fuel: પર્યાવરણના રક્ષણ કરવા માટે અનોખી પહેલ કરવા જઇ રહી છે આ કંપની. સમોસા કે ભજિયા તળ્યા બાદ વધેલા તેલનો ઉપયોગ હવાઈ જહાજ ઉડાવવા માટે થઈ શકશે. રિન્યુએબલ ડીઝલ બનાવતી વિશ્વની સૌથી મોટી કંપની નેસ્ટે ઓવાયજે લો-કાર્બન જેટ ફ્યુલ(carbon jet fuel) માટે નવુ માર્કેટ તૈયાર કરી રહી છે. નેસ્ટેએ જણાવ્યું હતું કે, સસ્ટેનેબલ એવિએશન ફ્યુલ અર્થાત એસએએફ કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવા માગતી એર લાઇન્સ માટે કારગાર સાબિત થયો છે.

કંપનીને આશાવાદ છે કે, કોવિડ મહામારી બાદ ફરીથી શરૂ થયેલા એર ટ્રાવેલ અગાઉ કરતાં વધુ પર્યાવરણ હિત્ચેછુ માનસિકતા ધરાવે છે. આથી આ ફ્યુઅલ(carbon jet fuel)ના વધુ પડતાં ભાવ તેના વેચાણમાં પડકારરૂપ બનશે નહીં. કંપનીના ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર પીટર વેનેકરે જણાવ્યું હતું કે, લોકો ફરીથી હવાઈ યાત્રા શરૂ કરશે. પરંતુ તે વધુને વધુ ટકાઉ પદ્ધતિની મુસાફરી કરવાનુ પસંદ કરશે. અમે સસ્ટેનેબલ ડીઝલ માટે માર્કેટ તૈયાર કરી રહ્યા છીએ. ફિનલેન્ડની કંપની નેસ્ટે પોતાની રોટરડમ સ્થિત રિફાઈનરીમાં વધુ પ્રમાણમાં સસ્ટેનેબલ જેટ ફ્યુઅલ બનાવવા માટે 1600 કરોડથી વધુનુ રોકાણ કરવા જઈ રહી છે.

carbon jet fuel

પોતાની સિંગાપોરની ફેક્ટરીનુ વિસ્તરણ કર્યા બાદ કંપની 2023ના અંત સુધી સંયુક્ત રૂપે પોતાની એસએએફ ઉત્પાદનની વર્તમાન ક્ષમતાના 1,00,000 લાખ ટનથી વધુ 15 લાખ ટન વાર્ષિક ઉત્પાદન કરવા સક્ષમ બનશે. વિમાન કંપનીઓ ઉત્સર્જન ઘટાડવા માટે બાયોફ્યુઅલ(carbon jet fuel)નો ઉપયોગ કરવાનુ પસંદ કરી રહી છે.

નોંધનીય છે કે, એસએએફને ખરાબ અને ઉપયોગ થઈ ચૂકેલા તેલ જેમ કે, કુકિંગ ઓઈલ, એનિમલ ફેટમાંથી બનાવવામાં આવે છે. જે પરંપરાગત ફોસિલ્સ આધારિત કેરોસીનની તુલનામાં 80 ટકા સુધી ઓછું કાર્બન ઉત્સર્જન કરે છે. નેસ્ટે રિફાઈનરીમાંથી મળતા ફોસિલ ફ્યુલમાં મહત્તમ 50 ટકા સુધી એસએએફ ભેળવવામાં આવે છે. કંપનીના જણાવ્યા અનુસાર, સમાન્ય શિપમેન્ટમાં આશરે 35થી 40 ટકા રિન્યુએબલ ફ્યુઅલ(carbon jet fuel) હોય છે. એરપોર્ટ પર એસએએફને વિમાનોના રિફ્યુલિંગ ટેન્કમાં રેગ્યુલર કેરોસીન સાથે ભેળવી દેવામાં આવે છે.

ADVT Dental Titanium

આ પણ વાંચો….

26 ચોરીઓ નો ભેદ રાજસ્થાન પોલીસે(Rajasthan police) ઉકેલ્યો, રિંછડી અને કોટેશ્વર ચોરી નો ભેદ ખૂલ્યો