Hindu Temple in dubai

Hindu Temple in dubai: UAE માં સૌપ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ધાટન, ભારતીયોની માંગણી રંગ લાવી- વાંચો વિગત

Hindu Temple in dubai: UAE માં વિભિન્ન ધર્મના લોકોને એક સાથે લાવતા આ સહિષ્ણુતા, શાંતિ અને સદભાવની એક શક્તિશાળી નિશાની છે

નવી દિલ્હી, 05 ઓક્ટોબરઃ Hindu Temple in dubai: ઈસ્લામિક દેશ સંયુક્ત આરબ અમીરાત (UAE) માં રહેતા ભારતીયોનું દાયકાઓ જૂનું સપનું ત્યારે પૂરું થઈ ગયું જ્યારે દેશમાં અધિકૃત રીતે એક ભવ્ય હિન્દુ મંદિરનું ઉદ્ધાટન કરવામાં આવ્યું.  UAE માં વિભિન્ન ધર્મના લોકોને એક સાથે લાવતા આ સહિષ્ણુતા, શાંતિ અને સદભાવની એક શક્તિશાળી નિશાની છે. આ મંદિર અમીરાતના જેબલ અલીમાં કોરિડોર ઓફ ટોલરન્સમાં આવેલું છે. ઔપચારિક રીતે મંદિરને 4 ઓક્ટોબરના રોજ ખુલ્લું મૂક્યું. કોરિડોર ઓફ ટોરલન્સમાં 9 ધાર્મિક સ્થળ છે. જેમાં સાત ચર્ચ, એક મંદિર અને એક ગુરુદ્વારા સામેલ છે. 

આ પણ વાંચોઃ Jio True 5G: જિયો ટ્રૂ 5G શરૂ કરવાની જિયોની જાહેરાત, દશેરાના પાવન પર્વે આ શહેરોમાં શરુ થશે બીટા ટ્રાયલ સેવાઓ

દશેરાના એક દિવસ પહેલા મિનિસ્ટર ઓફ ટોલરેન્સ શેખ નાહયાન બિન મુબારક અલ નાહયાને પોતે ભવ્ય મંદિરનું દીપ પ્રગટાવીને ઉદ્ધાટન કર્યું. મુખ્ય પ્રાર્થના કક્ષમાં રિબિન કાપીને તેના આયોજનની શરૂઆત કરવામાં આવી. આજ બુધવારથી મંદિરના દરવાજા પ્રાર્થના માટે ખુલ્લા મૂકવામાં આવ્યા. મંદિરના ઉદ્ધાટન સમયે ત્યાં 200થી વધુ ગણમાન્ય અતિથિઓ હાજર રહ્યા હતા. જેમાં ભારતના રાજદૂત સંજય સુધીર, દુબઈ હિન્દુ મંદિરના ટ્રસ્ટી રાજૂ શ્રોફ અને સોશિયલ રેગ્યુલેટરી એન્ડ લાઈસન્સિંગ એજન્સી ફોર કમ્યુનિટી ડેવલપમેન્ટ ઓથોરિટી (સીડીએ)ના સીઈઓ ડો. ઉમર અલ મુથન્ના પણ સામેલ છે. 

આ વસરે ભારતીય રાજદૂત સંજય સુધીરે કહ્યું કે આજે દુબઈમાં એક નવા હિન્દુ મંદિરનું ઉદ્ધાટન થઈ રહ્યું છે. જે ભારતીય સમુદાય માટે સ્વાગત કરનારી ખબર છે. આ મંદિરનું ઉદ્ધાટન UAE માં રહેતા હિન્દુ સમુદાયની ધાર્મિક આકાંક્ષાઓને પૂરી કરે છે. નવા મંદિરની સાથે જ એક ગુરુદ્વારા પણ જોડાયેલું છે, જેને 2012માં ખોલવામાં આવ્યું હતું. 

આ પણ વાંચોઃ PM Modi inaugurates AIIMS Bilaspur: PM મોદી હિમાચલની મુલાકાતે, બિલાસપુરમાં AIIMS નું કર્યું ઉદ્ધાટન- વિજયા દશમી પર હિમાચલ પ્રદેશને આપશે અનેક પ્રોજેક્ટની ભેટ

Gujarati banner 01