indian students studying in ukraine

indian students studying in ukraine: યુક્રેનની ૯૦ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા ૨૦ હજાર ભારતીય સ્ટુડન્ટસનો જીવ અધ્ધર, જનજીવન ઠપ્પ

indian students studying in ukraine: ઘણા સમયથી તણાવપૂર્ણ સ્થિતિમાં અભ્યાસમાં વિલંબ થયો હતો. તેરનોપિલ નેશનલ મેડિકલ યુનિવર્સિટીમાં પાંચ વર્ષ માટે એડિમશન લેનારા અનેક સ્ટુડન્ટનો અભ્યાસ બગડયો

નવી દિલ્હી, 24 ફેબ્રુઆરીઃindian students studying in ukraine: રશિયાએ યુક્રેન પર ત્રિપાંખીયો હુમલો કરતા યુક્રેનની સાથે ત્યાં અભ્યાસ કરી રહેલા ભારતીય સ્ટુડન્ટસનું પણ ભાવી અંધકારમય બન્યું છે. યુક્રેનમાં માર્શલ  લો લગાવવાામાં આવ્યો છે. યુદ્ધની સ્થિતિમાં નાગરીક તરીકેના અધિકારો અને શિક્ષણકાર્ય  ઠપ્પ થઇ ગયા છે. યુક્રેનમાં પણ રશિયન મૂળના લોકો મોટી સંખ્યામાં વસે છે આથી તે નાગરીક વિસ્તારો પર હુમલા નહી થાય તેમ છતાં લોકોમાં ભય જોવા મળી રહયો છે. અમેરિકાની લિડરશીપ હેઠળ નાટો દેશોએ રશિયાને આક્રમણનો જવાબ આપવાના મૂડમાં હોવાથી આંતરરાષ્ટ્રીય મોરચે યુક્રેન કટોકટી છવાયેલી રહેવાની છે એટલું જ નહી બે મહાસત્તાઓ વચ્ચેની ટકકર હોવાથી આ લડાઇ લાંબી ચાલે તેવા એંધાણ મળી રહયા છે.  

પ્રાપ્ત માહિતી મુજબ યુક્રેનમાં ૯૦ થી પણ વધુ યુનિવર્સિટીઓમાં હજારો વિદેશી સ્ટુડન્ટ અભ્યાસ કરે છે જેમાં ભારતના ૨૦ હજારથી વધુ વિધાર્થીઓ છે. ગત ડિસેમ્બર મહિનામાં જ યુક્રેનની એક યુનિવર્સિટીમાં ૧૫૦ જેટલા વિધાર્થીઓએ મેડિકલ અભ્યાસ માટે એડમિશન લીધું હતું. એક વર્ષના સ્ટડી માટેની ફી ભરી દીધી હતી. યુક્રેન કટોકટી ઉભી થતા અનેક પરીવારો પોતાના સંતાનોની ચિંતા કરવા વાગ્યા છે.

આ પણ વાંચોઃ Ukraine seeks pm modi’s help: યુક્રેને PM નરેન્દ્ર મોદી પાસે માગી મદદ, વિવાદને કંટ્રોલ કરવા માટે કરી ખાસ અપીલ

આમ પણ ઘણા સમયથી તણાવપૂર્ણ સ્થિતિમાં અભ્યાસમાં વિલંબ થયો હતો. તેરનોપિલ નેશનલ મેડિકલ યુનિવર્સિટીમાં પાંચ વર્ષ માટે એડિમશન લેનારા અનેક સ્ટુડન્ટનો અભ્યાસ બગડયો છે.રશિયા અને યુક્રેન વચ્ચે ઘણા સમયથી સરહદ પર ટેન્શન જોવા મળતું હતું પરંતુ આટલી જલદી યુધ્ધમાં પરીણમશે તે સમજવામાં યુક્રેનની શિક્ષણ સંસ્થાઓ અને યુનિવર્સિટી પણ નિષ્ફળ ગઇ હતી.

એવું વિધાર્થીઓના વાયરલ વીડિયો પરથી જાણવા મળે છે. છેક સુધી શિક્ષણકાર્ય ચાલુ રાખ્યા પછી છેલ્લી ઘડીએ યુનિવર્સિટીએ શિક્ષણકાર્ય ઓનલાઇન કરવાનું જાહેર કરતા સ્ટુડન્ટસ યુક્રેનમાં ફસાયા છે. ગુજરાતના ભરુચની એક વિધાર્થીના એક વોટસએપ વીડિયોમાં વિધાર્થીઓની ઘણા સમયથી માંગ હોવા છતાં યુનિવર્સિટી કે દુતાવાસ દ્વારા નિર્ણય ના લેવાયો એવી વેદના પ્રગટ કરી છે. યુક્રેનથી ભારતીયોને લેવા ગયેલું એર  ઇન્ડિયાનું વિમાન પણ ખાલી પાછું ફર્યુ છે. 

Gujarati banner 01