Ukraine seeks pm modis help

Ukraine seeks pm modi’s help: યુક્રેને PM નરેન્દ્ર મોદી પાસે માગી મદદ, વિવાદને કંટ્રોલ કરવા માટે કરી ખાસ અપીલ

Ukraine seeks pm modi’s help: યુક્રેને ભારત પાસે મદદ માગીરશિયાના હુમલા વચ્ચે યુક્રેને ભારત પાસે મદદ માગી છે

નવી દિલ્હી, 24 ફેબ્રુઆરીઃ Ukraine seeks pm modi’s help: રશિયાએ યુક્રેન પર આક્રમણ કરી દીધા બાદ યુક્રેનના ભારત સ્થિત રાજદૂત ઈગોર પોલખાએ પીએમ નરેન્દ્ર મોદીની મદદ માંગી છે.

પોલખાનુ કહેવુ છે કે, ભારત અને રશિયા વચ્ચે સારા સબંધ છે અને ભારત આ વિવાદને કંટ્રોલ કરવા માટે મહત્વનો રોલ અદા કરી શકે તેમ છે.અમે પીએમ મોદીને અપીલ કરીએ છે કે, તે તાત્કાલિક રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને અમારા રાષ્ટ્રપતિ જેલેન્સ્કીનો સંપર્ક કરીને તેમની સાથે વાત કરે.

આ પણ વાંચોઃ Mother killed daughter: મહેસાણામાં માતાએ જ પોતાની 3 વર્ષની લાડકી દીકરીની ગળે દુપટ્ટો વીંટી હત્યા કરી, વાંચો વિગત

ભારતે જોકે અત્યાર સુધી આ બંને દેશોના વિવાદમાં ન્યૂટ્ર્લ વલણ અપનાવેલુ છે.ભારત અત્યાર સુધી કોઈ પક્ષે રહ્યુ નથી.વિદેશ મંત્રાલય પણ આ જ પ્રકારનુ નિવેદન આપી ચુકયુ છે.

પુતિને ધમકી આપતાં કહ્યું હતું કે રશિયા અને યુક્રેન વચ્ચે જો કોઈ દખલગીરી કરશે તો પરિણામ ખૂબ જ ખરાબ આવશે. તેમનો ઈશારો અમેરિકા અને નાટો તરફનો હતો.યુક્રેને ભારત પાસે મદદ માગીરશિયાના હુમલા વચ્ચે યુક્રેને ભારત પાસે મદદ માગી છે. અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરીએ છીએ કે તેઓ તરત જ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરે અને અમારા રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીનો સંપર્ક કરે.યુક્રેને કહ્યું- પુતિન ચોક્કસપણે મોદીની વાત સાંભળશેયુક્રેનના રાજદૂત ઇગોર પોલિખાએ કહ્યું હતું કે ભારત અને રશિયાના સંબંધો સારા છે.

યુક્રેનમાં લોકો સ્થળાંતર કરવા મજબૂર,રશિયા યુક્રેન પર આક્રમક રીતે હુમલા કરી રહ્યું છે. ત્યારે યુક્રેનમાં અને તેમાં પણ ખાસ કરીને રાજધાની કિવમાં સામાન્ય જનજીવન વેરવિખેર થઇ રહ્યું છે.

Gujarati banner 01