USA WOMEN

વિદેશમાં ભારતીય મહિલા(Indian women)ઓ માટે સન્માન કાર્યક્રમ યોજાશે, જેમાં વિવિધ ક્ષેત્રની મહિલાના સંઘર્ષથી સફળતા સુધીથી સફરની થશે વાત

Indian women: અમેરિકાની પ્રતિભાશાળી 24 ભારતીય મહિલાઓ ના વિશેષ સમ્માન નો કાર્યક્રમ કેલિફોર્નિયા ખાતે 17 મી જુલાઈના રોજ યોજવામાં આવનાર છે.

કેલિફોર્નિયા, ૧૩ જૂન: Indian women: ભારત અને વિશ્વમાં ભારતીય સ્ત્રીઓ ગણમાન્ય સ્થાન પ્રાપ્ત કરી કર્યું છે.ભારતીય સ્ત્રીઓ જ્ઞાન ,સમજ ,હોંશિયારી, ચોકસાઈ અને સમર્પિતતામાં વિશ્વમાં અગ્રેસર થઈ રહી છે.અમેરિકા માં આવી જ ભારતીય સ્ત્રી રત્નો નું ને સમ્માનવાનો કાર્યક્રમ આગામી 17 જુલાઈ એ યોજાઈ રહ્યો છે. સ્ટેપ ટુ સ્ટેપ અને ઈન્ડો અમેરિકન કલચરલ સોસાયટી ના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમ માં ભારતીય સ્ત્રીઓનો વિવિધ ક્ષેત્રે થયેલ સંઘર્ષ થી સફળતા સુધીની પ્રગતિ ગાથા જાણવા મળશે.

અમેરિકામાં ભારતીય સ્ત્રીઓએ (Indian women) ગણનાપાત્ર સ્થાન પ્રાપ્ત કર્યું છે.વર્ષોથી અહીં વિદેશમાં વસેલ ભારતીય પરિવારની મહિલાઓએ પોતાની આવડત ,હોંશિયારી અને સાહસિકતાના બળે કુટુંબ અને રાષ્ટ્રનું ગૌરવ વધાર્યું છે.અમેરિકાની આવી પ્રતિભાશાળી 24 ભારતીય મહિલાઓ ના વિશેષ સમ્માન નો કાર્યક્રમ કેલિફોર્નિયા ખાતે 17 મી જુલાઈના રોજ યોજવામાં આવનાર છે.

સમગ્ર કાર્યક્રમનું આયોજન અમેરિકાની પ્રતિષ્ઠિત સંસ્થા સ્ટેપ ટુ સ્ટેપ અપ ઈન્ક તથા ઈન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકા દ્વારા કરવામાં આવનાર છે. જે કાર્યક્રમ ને સફળ બનાવવા સ્ટેપ ટુ સ્ટેપના શ્રીમતી વાસુ પવાર અને ઈન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટીના પ્રમુખ પરિમલ શાહ તથા લેબોન હોસ્પિટાલિટી ગૃપના યોગી પટેલ ખૂબ જહેમત ઉઠાવી રહ્યા છે.અનેક ભારતીય પરિવારનો સંપર્ક થઈ રહ્યો છે અને આ કાર્યક્રમને સોશિયલ મીડિયા ના માધ્યમથી વધુ જનસમુદાય સુધી પહોંચાડવા પણ વિશેષ આયોજનો હાથ ધર્યા છે.

Whatsapp Join Banner Guj

આ અંગે લેબોન હોસ્પિટાલિટી ગૃપના ચેરમેન અને ઇન્ડો અમેરિકન કલચરલ સોસાયટીના સેક્રેટરી યોગી પટેલે જણાવ્યું હતું કે અમેરિકામાં વસી રહેલ ભારતીય સમુદાય માટે આ કાર્યક્રમ ભારતીય મહિલા (Indian women) અને યુવતીઓને ગૌરવ અને પ્રેરકબળ પૂરું પાડનાર રહશે.

આ પણ વાંચો…Medicine online: ગર્ભપાતની A-KARE KIT , CLEAN KIT, નું એમેઝોનના માધ્યમથી વેચાણકરી ગુનાહીત કૃત્યમાં સંડોવાયેલા વ્યકિતો સામે રાજયવ્યાપી દરોડા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *