Israel Hamas War

Israel-Hamas War: ઈઝરાયલ-હમાસ યુદ્ધથી દુનિયાભરમાં હલચલ, અધધ આટલા લોકોના થયા મોત…

  • અમે આ મુશ્કેલ સમયમાં ઇઝરાયેલ સાથે એકજૂટતા સાથે ઊભા છીએઃ પીએમ મોદી

Israel-Hamas War: ઈઝરાયલ અને હમાસના જંગમાં બે દિવસમાં 1000થી વધુ લોકોના મોત થઈ ચુક્યા

નવી દિલ્હી, 09 ઓક્ટોબરઃ Israel-Hamas War: ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે ત્રીજો દિવસ છે. આતંકવાદી સમૂહ હમાસ તરફથી અચાનક કરવામાં આવેલા હુમલા બાદ ઈઝરાયલમાં મૃતકોની સંખ્યા 600ને પાર પહોંચી ગઈ છે. મીડિયા રિપોર્ટ્સ દ્વારા આ માહિતી પ્રાપ્ત થઈ છે. ફિલિસ્તીની અધિકારીઓનું કહેવું છે કે, ગાઝામાં 300થી વધુ લોકો માર્યો ગયા છે. પરંતુ તેમાં લડાકા અને નાગરિકો વચ્ચે અંતર કરવામાં આવ્યું નથી.

પ્રાપ્ત માહિતી મુજબ, ઈઝરાયલે પણ જવાબી કાર્યવાહીમાં હમાસના આતંકીઓ પર કહેર શરૂ કર્યો છે. જાણવા મળી રહ્યું છે કે, ઈઝરાયલે હમાસ વિરુદ્ધ પોતાના ટેન્ક ઉતારી દીધા છે. આ ટેન્ક દક્ષિણી વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યા છે. ઈઝરાયલી સેનાએ કાર્યવાહી કરતા એક વિવાદિત વિસ્તારમાં હિજબુલ્લાના ઠેકાણા પર ડ્રોન હુમલા કર્યો છે. આ વિસ્તારની સરહદ ઈઝરાયલ, લેબનાન અને સીરિયાથી લાગે છે.

ઈઝરાયલના એક અધિકારીએ જણાવ્યું કે, સેનાએ 400 આતંકીઓને ઠાર કર્યો છે અને ઘણાને પકડી લીધા છે. ઈઝરાયલી સેનાએ કહ્યું કે 426 જગ્યા પર હુમલા કરવામાં આવ્યા અને મોટી-મોટી બિલ્ડિંગો ધ્વસ્ત કરી દેવામાં આવી. આ રીતે ઈઝરાયલ અને હમાસના જંગમાં બે દિવસમાં 1000થી વધુ લોકોના મોત થઈ ચુક્યા છે અને સ્થિતિ સતત ખરાબ થઈ રહી છે.

અમે આ મુશ્કેલ સમયમાં ઇઝરાયેલ સાથે એકજૂટતા સાથે ઊભા છીએઃ પીએમ મોદી

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા X પર લખ્યું, “ઈઝરાયેલમાં આતંકવાદી હુમલાના સમાચારથી આઘાત લાગ્યો. અમારી પ્રાર્થના નિર્દોષ પીડિતો અને તેમના પરિવારો સાથે છે. અમે આ મુશ્કેલ સમયમાં ઇઝરાયેલ સાથે એકજૂટતા સાથે ઊભા છીએ.”

ઇઝરાયેલની મદદ માટે આગળ આવ્યું અમેરિકા

આતંકી સંગઠન હમાસ સાથેના યુદ્ધ વચ્ચે ઇઝરાયેલની મદદ માટે અમેરિકા આગળ આવ્યું છે. US મિલિટ્રી પોતાના નેવી શિપ અને અન્ય સૈન્ય એરક્રાફ્ટ ઇઝરાયેલી સરહદની પાસે મોકલવાનું પ્લાનિંગ કરી રહ્યું છે. ઇઝરાયેલ પ્રત્યે અમેરિકાના વધતા સપોર્ટને દેખાડવાના હેતુસર આ પગલું ઉઠાવવામાં આવી રહ્યું છે.

મળતી માહિતી મુજબ US શિપ અને એરક્રાફ્ટ તૈનાતીનું આ પગલું તાત્કાલિક લઈ શકે છે. જો કે તે માટે તમામ એસેટ્સ ઉપલબ્ધ કરાવવામાં અનેક દિવસો લાગી શકે છે.

આ પણ વાંચો… Good start morning tips: દરરોજ સવારે ઉઠીને આ કામ કરવાથી દેવી લક્ષ્મીની કૃપા વરસે છે, જાણો…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો