Mass killing In Canada

Mass killing In Canada: કેનેડામા 19 વર્ષીય વિદ્યાર્થીએ એક ફેમિલીના 6 લોકોની હત્યા કરી, વાંચો વિગત

Mass killing In Canada: શંકાસ્પદ વ્યક્તિ દ્વારા “ધારદાર હથિયાર”નો ઉપયોગ કરવામાં આવ્યો

નવી દિલ્હી, 8 માર્ચઃ Mass killing In Canada: કેનેડાની રાજધાની ઓટ્ટાવામાં ચાકૂબાજીની ઘટનાએ ચકચાર મચાવી દીધો છે. અહીં એક વિદ્યાર્થીએ ચાકુ વડે હુમલો કરીને 6 લોકોની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી. ઓટ્ટાવા પોલીસે જણાવ્યું હતું કે, 19 વર્ષીય શ્રીલંકન વિદ્યાર્થી પર તેની સાથે રહેતા છ લોકોની ચાકૂ મારી હત્યા કરવાનો આરોપ છે જેમાં શ્રીલંકાના એક પરિવારના ચાર બાળકો પણ સામેલ છે. 

ઓટ્ટાવા પોલીસ ચીફ એરિક સ્ટબ્સે જણાવ્યું હતું કે શંકાસ્પદ વ્યક્તિ દ્વારા “ધારદાર હથિયાર”નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હુમલાખોરની ઓળખ ફેબ્રિસીયો ડી-ઝોયસા તરીકે થઇ હતી.  તેના પર હત્યાનો આરોપ છે. સ્ટબ્સે જણાવ્યું હતું કે મૃતકો શ્રીલંકાના નાગરિક હતા જેઓ તાજેતરમાં કેનેડા આવ્યા હતા. તેમાં 35 વર્ષની માતા, 7 વર્ષનો પુત્ર, 4 વર્ષની પુત્રી, 2 વર્ષની પુત્રી અને અઢી મહિનાની બાળકીનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ LPG Price : PM મોદીએ વુમન્સ ડે પર મહિલાઓને મોટી ભેટ, ગેસ સિલેન્ડરના ભાવમાં 100 રુપિયા ઘટશે- વાંચો વિગત

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો