LPG

LPG Price : PM મોદીએ વુમન્સ ડે પર મહિલાઓને મોટી ભેટ, ગેસ સિલેન્ડરના ભાવમાં 100 રુપિયા ઘટશે- વાંચો વિગત

LPG Price : સરકાર એલપીજી સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો કરશે

નવી દિલ્હી, 08 માર્ચઃ LPG Price : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલાઓને મોટી ભેટ આપી. જે હેઠળ સરકાર એલપીજી સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો કરશે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓ માટે જીવન સરળ બનાવવા અને પર્યાવરણને સુરક્ષિત રાખવાનો છે.

PMએ પોતાના ટ્વિટમાં લખ્યું કે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર અમે LPG સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાની છૂટ આપવાનો મોટો નિર્ણય લીધો છે. તેનાથી નારી શક્તિનું જીવન સરળ બનશે એટલું જ નહીં પરંતુ કરોડો પરિવારોનો આર્થિક બોજ પણ ઘટશે. આ પગલું પર્યાવરણ સંરક્ષણમાં પણ મદદરૂપ થશે, જેનાથી સમગ્ર પરિવારના સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે.વડાપ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાના એક્સ એકાઉન્ટ દ્વારા આ માહિતી આપી છે અને મહિલાઓના હિતમાં આ પગલાં લેવાની વાત કરી છે.

આ પણ વાંચોઃ International Womens Day 2024: 8 માર્ચે કેમ ઉજવાય છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, જાણો તેનુ મહત્ત્વ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો