new rules for afghan women

new rules for afghan women: અફઘાનિસ્તાનમાં યુવતીએ બુરખો ના પહેર્યો તો મોતને ઘાટ ઉતારી, મહિલાઓ પર લાગુ આ પ્રતિબંધ- વાંચો વિગતે

new rules for afghan women: અફઘાનિસ્તાનમાં નવા વિસ્તારો પર કબ્જો કર્યા બાદ તાલિબાને અફઘાની મહિલાઓ પર કેટલાક દમનકારી કાનૂન અને પ્રતિબંધ લગાવ્યા

કાબુલ, 05 ઓગષ્ટઃ new rules for afghan women: અફઘાનિસ્તાનના કાબુલમાં તાલિબાની આતંકીઓએ 21 વર્ષીય યુવતીને બુરખો ન પહેરવાના આરોપસર ગોળી મારી દીધી. 21 વર્ષીય નાઝનીન જ્યારે અફઘાનિસ્તાનના સેન્ટર સ્થિત બલ્ખ જિલ્લા તરફ જઈ રહી હતી ત્યારે તાલિબાની આતંકીઓએ તેમને પોતાની ગાડીમાં ખેંચી લીધી અને તેમની ગોળી મારીને હત્યા કરી દીધી.

આ પણ વાંચોઃ Bhaibhai song: સિંગર અરવિંદ વેગડાએ ‘ભાઇ-ભાઇ’ ગીત બોલિવૂડ ફિલ્મમાં મંજુરી વિના વપરાયા હોવાનો ફિલ્મમેકર્સ સામે દાવો કર્યો – વાંચો વિગત

તાલિબાનના સ્પોક પર્સન ઝબીહુલ્લા મુજાહિદે આ દાવાને ફગાવ્યા છે. અફઘાનિસ્તાનમાં નવા વિસ્તારો પર કબ્જો કર્યા બાદ તાલિબાને અફઘાની મહિલાઓ પર કેટલાક દમનકારી કાનૂન અને પ્રતિબંધ લગાવ્યા છે. આ 1996થી 2001ના શાસનમાં લાગુ ઈસ્લામિક શરિયા કાયદાની જેમ છે.

તાલિબાને અફઘાની મહિલાઓને માથેથી પગ સુધી શરીર ઢાંકવા, તેમને બહાર કામ ન કરવાનુ ફરમાન સંભળાવ્યુ છે, એટલુ જ નહીં છોકરીઓના શિક્ષણ ઉપર પણ પ્રતિબંધ મૂકાયો છે. આ સિવાય ફરયાબના કેટલાક ભાગોમાં તાલિબાને દુકાનો પર મહિલાઓના સામાન વેચવા પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. ફરયાબના સ્થાનિક લોકોનુ કહેવુ છે કે તાલિબાન દ્વારા બનાવવામાં આવેલા નિયમોનુ પાલન ન કરવા પર લોકોને કઠોર સજા આપવામાં આવે છે.

Whatsapp Join Banner Guj