Pakistan border video

Pakistan border video: અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદ પર હજારો અફઘાની નાગરિકોની ભીડ, વીડિયો થયો વાયરલ

Pakistan border video: અફઘાનિસ્તાનમાં તાલિબાન રાજ શરૂ થયું છે ત્યારથી મોટી સંખ્યામાં લોકો ત્યાંથી ભાગી રહ્યા છે

ઇસ્લામાબાદ, 27 ઓગષ્ટઃ Pakistan border video: અફઘાનિસ્તાનના કાબુલ એરપોર્ટ ખાતે દેશ છોડવા માટે આતુર લોકોએ વિમાન પકડ્યું તેની તસવીરો સામે આવી તો સમગ્ર વિશ્વ ચોંકી ઉઠ્યું હતું. અફઘાનિસ્તાનમાંથી મોટી સંખ્યામાં લોકો બહાર ભાગી રહ્યા છે. આ બધા વચ્ચે વધુ એક તસવીર સામે આવી છે જે હાલ કેટલું મોટું સંકટ વ્યાપેલું છે તેમ દર્શાવે છે. 

આ પણ વાંચોઃ Surat Doctor Suicide case: માતા-બહેનની હત્યા કરનાર ડોક્ટર યુવતીએ કહી હૃદયને હચમચાવી દે તેવી પરિવારની હકીકત- વાંચો વિગત

અફઘાનિસ્તાન-પાકિસ્તાન સપહદ પર હજારો અફઘાની નાગરિકોની ભીડનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે પાકિસ્તાનમાં ઘૂસવા ઈચ્છે છે. આ વીડિયો સ્પિન-બોલદાક સરહદનો છે. ત્યાં સરહદ પર લોકો દરવાજો ખુલે તેની રાહ જોઈ રહ્યા છે જેથી પાકિસ્તાનમાં જઈને રહી શકે. 

નાતિક નામના એક પત્રકારે આ વીડિયો ટ્વીટ કર્યો છે. તેમણે જણાવ્યું કે, આ કાબુલ એરપોર્ટ નહીં પણ સ્પિન બોલદાક સરહદ છે જ્યાં હજારો લોકો ઉપસ્થિત છે જે અફઘાનિસ્તાનમાંથી પાકિસ્તાન જવા ઈચ્છે છે. અહીં કાબુલ એરપોર્ટ કરતા પણ વધુ ખરાબ સ્થિતિ છે. પરંતુ અહીં કોઈ વિદેશી સેના તૈનાત ન હોવાથી કોઈનું તેના પર ધ્યાન નથી જઈ રહ્યું.

ઉલ્લેખનીય છે કે, જ્યારથી અફઘાનિસ્તાનમાં તાલિબાન રાજ શરૂ થયું છે ત્યારથી મોટી સંખ્યામાં લોકો ત્યાંથી ભાગી રહ્યા છે. કાબુલથી સતત ફ્લાઈટ ઉડી રહી છે જેના દ્વારા અફઘાની નાગરિકો અને વિદેશી નાગરિકો અફઘાનિસ્તાન છોડીને ભાગી રહ્યા છે.

Whatsapp Join Banner Guj