Ola e scooter

Ola-e-scooter: આતુરતાનો આવ્યો અંત, આ તારીખ લોન્ચ થશે ઓલા સ્કૂટર- વાંચો તેના ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ વિશે

Ola-e-scooter: ઓલા ઈ-સ્કૂટર 10 કલર ઓપ્શન સાથે લોન્ચ થશે. તેમાં બ્લેક, વ્હાઇટ, ગ્રે, યલો, રેડ, બ્લુ અને તેના શેડ્સ સામેલ

બિઝનેસ ડેસ્ક, 04 ઓગષ્ટઃ Ola-e-scooter: ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટરની રાહ આખરે 15 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટરના CEO ભાવેશ અગ્રવાલે સોશિયલ મીડિયા પર માહિતી આપતાં જણાવ્યું કે, સ્કૂટરની લોન્ચિંગ ઇવેન્ટ 15 ઓગસ્ટના રોજ યોજાશે. તે પછી જ સ્કૂટરનાં સ્પેસિફિકેશન્સ અને ડિટેલ્સ પણ શેર કરવામાં આવશે. અગાઉ, તેમણે તે તમામ ગ્રાહકોનો આભાર માન્યો હતો જેમણે આ સ્કૂટરનું પ્રિ-બુકિંગ કરાવી લીધું છે.

ઓલા ઈ-સ્કૂટર(Ola-e-scooter) 10 કલર ઓપ્શન સાથે લોન્ચ થશે. તેમાં બ્લેક, વ્હાઇટ, ગ્રે, યલો, રેડ, બ્લુ અને તેના શેડ્સનો સમાવેશ થાય છે. કંપનીએ 15 જુલાઈથી 499 રૂપિયામાં તેની પ્રી-બુકિંગ શરૂ કર્યું હતું. જે રિફંડેબલ અમાઉન્ટ પણ છે. બુકિંગના પહેલા 24 કલાકમાં જ કંપનીને 1 લાખથી વધુ બુકિંગ મળ્યાં હતાં.

આ પણ વાંચોઃ Whats app new feature: વન્સ વ્યૂથી લઈને એન્ક્રિપ્ટેડ ક્લાઉડ બેકઅપ ફીચર લોન્ચ થયા- વાંચો સંપૂર્ણ વિગત

કંપનીએ હજુ સુધી આ ઈ-સ્કૂટર(Ola-e-scooter)ની કિંમત જાહેર કરી નથી. પરંતુ કેટલાક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, તેની કિંમત 85,000 રૂપિયા હોઈ શકે છે. આ કિંમત સબસિડી સાથે હશે કે નહીં અથવા આ કિંમત પર સબસિડી મળશે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે તેમાં ઉપયોગમાં લેવાતી બેટરી અને મોટરની કિંમત 85 હજાર રૂપિયા સુધીની છે.

ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ

  • સિંગલ ચાર્જ પર 150 કિમી રેન્જ: આ ઇલેક્ટ્રિક સ્કૂટર સિંગલ ચાર્જ પર 150 કિમી સુધી ચાલી શકે છે. તેની ટોપ સ્પીડ 90 kmph હશે. આ ઇલેક્ટ્રિક સ્કૂટર હોમ ચાર્જર સાથે આવશે. ગ્રાહકો રેગ્યુલર વોલ સોકેટથી આ સ્કૂટર ચાર્જ કરી શકશે.
  • બુટ સ્પેસમાં બે હેલ્મેટ: સ્કૂટરમાં મોટી બુટ સ્પેસ પણ મળશે. વીડિયો ટીઝરમાં બે હેલ્મેટ જેટલી બુટ સ્પેસમાં આપવામાં આવી છે એવું બતાવવામાં આવ્યું છે. સામાન્ય રીતે સ્કૂટરના બુટ સ્પેસમાં માત્ર એક હેલ્મેટની જ મંજૂરી છે.
  • 18 મિનિટમાં 50% ચાર્જ: આ ફાસ્ટ ચાર્જર 18 મિનિટમાં 50% ચાર્જ થઈ જશે. તેમાં 75 કિમીની રેન્જ મળશે. આ સાથે, આ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં સ્માર્ટફોન કનેક્ટિવિટીની સુવિધા પણ ઉપલબ્ધ થશે.

આ પણ વાંચોઃ Gangster ankit gurjar: તિહાડ જેલમાં બંધ ગેંગસ્ટર અંકિત ગુર્જરનું શંકાસ્પદ પરિસ્થિતિઓમાં મોત, વાંચો વિગત

કંપનીએ ભારતમાં ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર માટે 400 શહેરોમાં 1,00,000થી વધુ લોકેશન અથવા ટચપોઈન્ટ પર હાઈપરચાર્જર સ્થાપિત કરવાની જાહેરાત કરી છે. આમાં, ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટરના ગ્રાહકને ચાર્જ કરવામાં કોઈ અસુવિધા થશે નહીં. કયા શહેરમાં ચાર્જિંગ પોઇન્ટ આવેલું છે તેની માહિતી કંપનીની ઓફિશિયલ વેબસાઇટ પર મળી જશે.

Whatsapp Join Banner Guj