Imran Khan

PM of Pakistan spoke of human rights violations: લો બોલો. પાકિસ્તાનના PMએ જમ્મુ-કાશ્મીરમાં માનવ અધિકાર ઉલ્લંઘનની વાત કરી

PM of Pakistan spoke of human rights violations: પાકિસ્તાનના PMએ જમ્મુ-કાશ્મીર અને પેલેસ્ટાઈનમાં માનવ અધિકાર ઉલ્લંઘનની વાત કરી

નવી દિલ્હી, 23 માર્ચ: PM of Pakistan spoke of human rights violations: ઈસ્લામિક દેશોના સંગઠન ઈસ્લામિક સહયોગ સંગઠન (OIC)ના ઉદઘાટન સત્રને સંબોધિત કરતા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ફરી એક વખત કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે. ઈમરાને કહ્યું કે ભારતે જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કરી નાંખ્યો કારણ કે તેમને આપણા તરફથી કોઈ જ દબાણનો અહેસાસ થયો નહી.

પાકિસ્તાનના PMએ જમ્મુ-કાશ્મીર અને પેલેસ્ટાઈનમાં માનવ અધિકાર ઉલ્લંઘનની (PM of Pakistan spoke of human rights violations) વાત કરતા કહ્યું કે વિશ્વભરમાં આપણે મુસલમાનો 1.5 અબજ છીએ, પણ અમે અહીંના લોકો માટે કંઈ જ કરી શક્યા નહીં. આપણે કાશ્મીર અને પેલેસ્ટાઈનના લોકોને નિરાશ કર્યાં છે.

ઈમરાન ખાન સાથે સાઉદી અરબના વિદેશ મંત્રી પ્રિંસ ફૈઝલ બિન ફરહાને પણ સંમેલનમાં કાશ્મીરનો ઉલ્લેખ કર્યો છે. ઈમરાન ખાને કાશ્મીર અને પેલેસ્ટાઈનનો ઉલ્લેખ કરતા કહ્યું કે આપણે પેલેસ્ટાઈન અને કાશ્મીરી લોકોને નિરાશ કર્યાં છે. મને આ કહેતા ઘણુ દુખ થી રહ્યું છે કે આપણે તેમના માટે કંઈ જ કરી શક્યા નથી.

ઈમરાન ખાને કહ્યું (PM of Pakistan spoke of human rights violations) કે OICને પશ્ચિમી દેશ ગંભીરતાથી લેતા નથી કારણ કે મુસ્લિમ દેશ પરસ્પર વિભાજીત છે અને આ વાતને પશ્ચિમી દેશ સારી રીતે જાણે છે. ઈમરાન ખાને કહ્યું કે આપણે મુસલમાન 1.5 અબજ લોકો છીએ અને તેમ છતાં આ ઘોર અન્યાયને અટકાવવામાં આપણો અવાજ પૂરતો નથી. આપણે કોઈ દેશ ઉપર કબજો કરવાની વાત કરતા નથી. આપણે ફક્ત કાશ્મીરના લોકો અને તેમના માનવ અધિકારોની વાત કરી રહ્યા છીએ.

આ પણ વાંચો..Karen’s Diner in Sydney: રેસ્ટોરાંમાં કસ્ટમર્સ નું અપમાન કરવામાં આવતું હોવા છતાં આ રેસ્ટોરાં લોકોની ફેવરેટ; જાણો વિગત

Gujarati banner 01