foreign restaurant

Karen’s Diner in Sydney: રેસ્ટોરાંમાં કસ્ટમર્સ નું અપમાન કરવામાં આવતું હોવા છતાં આ રેસ્ટોરાં લોકોની ફેવરેટ; જાણો વિગત

Karen’s Diner in Sydney: ઓસ્ટ્રેલિયા ના આ રેસ્ટોરાંમાં કસ્ટમર્સ નું અપમાન કરવામાં આવતું હોવા છતાં આ રેસ્ટોરાં લોકોની ફેવરેટ

સિડની, 23 માર્ચ: Karen’s Diner in Sydney: દુનિયાભરમાં ઘણા એવા અજીબોગરીબ રેસ્ટોરાં છે, જ્યાં ગયા પછી લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. ઓસ્ટ્રેલિયાના સિડનીમાં આવેલું એક રેસ્ટોરાં એવું છે જ્યાં ગ્રાહકોને સારું ખાવા માટે વેઈટર્સના અપમાન અને મજાકનો સામનો કરવો પડે છે. કસ્ટમર્સ જ્યારે ઓર્ડર આપે છે તો તેમનું અપમાન અહીં કામ કરતા વેઈટર્સ કરે છે. કસ્ટમર્સનું અપમાન કરવામાં આવતું હોવા છતાં આ રેસ્ટોરાં લોકોની ફેવરેટ છે.

કરન્સ ડિનર (Karen’s Diner in Sydney) નામની રેસ્ટોરાંમાં લોકો શાનદાર ફૂડની મજા માણવા માટે આવે છે અને બદલામાં અહીં હાજર વેઈટર્સ તેમની સાથે ખરાબ વ્યવહાર કરે છે. કસ્ટમર્સને અશ્લીલ મજાક પણ સહન કરવી પડે છે. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે કસ્ટમર્સનું અપમાન કરવામાં આવતું હોવા છતાં વેઈટરને ટિપ આપવામાં આવે છે. આ રેસ્ટોરાંનું સૂત્ર ‘ગ્રેટ ફૂડ, ટેરિબલ સર્વિસ’ છે. એટલે કે સ્વાદિષ્ટ ભોજનની સાથે અજીબોગરીબ સર્વિસ આપવામાં આવે છે. જ્યારે વેઈટર્સ ખરાબ વર્તણ કરે છે તો કસ્ટમર્સ પણ મજાક કરે છે.

Karen's Diner in Sydney

અત્યારે ઓસ્ટ્રેલિયા સિવાય બ્રિટેનમાં પણ કરન્સ ડિનર નામનું રેસ્ટોરાં છે. તેની ખાસિયતના કારણે લોકો અહીં આવે છે અને સ્વાદિષ્ટ ભોજન કરે છે. રેસ્ટોરાંનું નામ અમેરિકન સ્લેંગ પર રાખવામાં આવ્યું છે, જેનો અર્થ થાય છે, ‘ક્યારેય સંતુષ્ટ ન થતો માણસ’. સૌથી પહેલા તેને ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ખોલવામાં આવ્યું હતું, તેના પછી બ્રિસ્બેનમાં ઓપન થયું. રિપોર્ટ્સના અનુસાર, અન્ય શહેરોમાં પણ તેને ઓપન કરવાનો પ્લાન છે.

Karen's Diner in Sydney

એક કસ્ટમરે અહીંનો અનુભવ લીધો અને જણાવ્યું કે તે પોતાની દીકરીની સાથે આ રેસ્ટોરાંમાં આવ્યો તો વેઈટરે તેની દીકરીના વાળની મજાક ઉડાવી. જેના પછી તે બંને ત્યાંથી નીકળી ગયા. જો કે, રેસ્ટોરાંના માલિકે કહ્યું, ‘રેસ્ટોરાં દ્વારા તેઓ એવું વાતાવરણ બનાવવા માગે છે કે જ્યાં લોકો કંઈ પણ કહી શકે.

આ પણ વાંચો....UNGA Meeting 2022: યુક્રેન અંગે થનારી UNGA મિટીંગ પહેલા ન્યૂયોર્ક પહોંચ્યા વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા, પાક વડાપ્રધાને કરી ભારતની પ્રશંસા

Gujarati banner 01