case of polio

Polio Case Detected in US: આ દેશમાં આશરે 10 વર્ષ બાદ પોલિયોની એન્ટ્રી,વાંચો સંપૂર્ણ વિગત

Polio Case Detected in US: સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર, અમેરિકામાં છેલ્લે 2013માં પોલિયોનો કેસ નોંધાયો હતો

નવી દિલ્હી, 22 જુલાઇઃ Polio Case Detected in US: અમેરિકામાં લગભગ 10 વર્ષ બાદ ગુરૂવારે પોલિયો વાયરસનો પ્રથમ કેસ નોંધાયો હતો. ન્યૂયોર્ક રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, મેનહટનથી 30 માઈલ (48 કિલોમીટર) ઉત્તરે રોકલેન્ડ કાઉન્ટીમાં રહેતા એક વ્યક્તિએ પોલિયોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર, અમેરિકામાં છેલ્લે 2013માં પોલિયોનો કેસ નોંધાયો હતો. 

અધિકારીઓએ જણાવ્યું હતું કે, નવો કેસ અન્ય વ્યક્તિથી સંક્રમિત થવાનો છે, તેણે ઓરલ પોલિયો રસી લીધી હશે. વર્ષ 2000માં સંયુક્ત રાજ્ય અમેરિકામાં OPV બંધ કરવામાં આવ્યું હતું.

ન્યૂયોર્ક રાજ્યના આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ પ્રકારનું સંક્રમણ એ સંકેત આપે છે કે, આ વાયરસની ઉત્પત્તિ અમેરિકાની બહારથી થઈ છે જ્યાં ઓરલ પોલિયો રસી આપવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ Tourist Facility Projects of Shivrajpur: CMએ દ્વારકા નજીક વિકસી રહેલા શિવરાજપૂરના ટુરિસ્ટ ફેસીલીટી પ્રોજેક્ટસની કામગીરીનું નિરીક્ષણ કર્યુ

નોંધનીય છે કે, વાયરસના નવા સ્ટ્રેન OPV વડે નિયંત્રિત કરી શકાતા નથી. આવી સ્થિતિમાં, અધિકારીઓએ આરોગ્ય કર્મચારીઓને અન્ય કેસોની ઓળખ કરવા માટે કામ કરવા માટે ચેતવણી આપી છે. સાથે જ એવા વિસ્તારના લોકોને પોલિયો લેવાની અપીલ છે કે, જેમને હજુ સુધી વેક્સિન લીધી નથી.

તમને જણાવી દઈએ કે, હાલના દાયકાઓમાં પોલિયો વાયરસથી છુટકારો મેળવવા માટે વૈશ્વિક સ્તરે વ્યાપક પ્રયાસો કરવામાં આવ્યા છે. પોલિયો એક વિકલાંગ અને સંભવિત ઘાતક વાયરલ રોગ છે. જે મુખ્યત્વે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને અસર કરે છે. પોલિયોના કેસોમાં 1988થી અત્યાર સુધીમાં લગભગ 99 ટકાનો ઘટાડો થયો છે.

નોંધનીય છે કે, 25 દેશોમાં પોલિયો સ્થાનિક હતો અને વિશ્વભરમાં 350,000 કેસ નોંધાયા હતા. સંયુક્ત રાજ્ય અમેરિકામાં 1950ના દાયકાના અંતમાં અને 1960ના દાયકાની શરૂઆતમાં વેક્સિન વિકસાવવામાં આવ્યા બાદ કેસોમાં તીવ્ર ઘટાડો થયો હતો.

આ પણ વાંચોઃ Digital Gujarat: ડિજીટલ ગુજરાતના નિર્માણ માટે નાગરિકોના વિશાળ હિતમાં રાજ્ય સરકારનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય, વાંચો શું કહ્યું રાજ્ય ગૃહમંત્રીએ?

Gujarati banner 01