Financial assistance

Financial assistance: અંબાજી નજીક જેતવાસ ગામે આગમાં મ્રૃત્યુ પામનાર બાળકીના પરિવારને સરકાર દ્વારા રૂ. ચાર લાખની સહાય

Financial assistance: નાની 4 વર્ષની બાળકી બકીબેન ઘરે હતી અને વધુ પવન આવતાં ઘરનું છાપરું સળગી ગયું

અહેવાલઃ ક્રિષ્ના ગુપ્તા

અંબાજી, 22 જુલાઇઃ Financial assistance: અંબાજી નજીક જેતવાસ ગામે 24 એપ્રીલ ના રોજ જોરાભાઇ નાનાભાઈ ખરાડીના ઘરે બપોરે 1 વાગે કોઈ હાજર ન હતુ ત્યારે ઘરનો ચુલો સળગતો હતો ત્યારે ઘરે નાની 4 વર્ષની બાળકી બકીબેન ઘરે હતી અને વધુ પવન આવતાં ઘરનું છાપરું સળગી ગયું હતું અને નાની બાળકીનું દુઃખદ અવસાન થયું હતું.

ત્યારબાદ સરપંચ અને ધારાસભ્ય ઘટના સ્થળે દોડી ગયા હતા અને બનેલી ઘટના મા મોતને ભેટેલી નાની બાળકી માટે સરકારમાં સહાય માટે માંગ કરી હતી જે સરકારે મંજુર રાખી રુપિયા ચાર લાખ આપવાનો નિર્ણય કરાયો હતો.

જેને લઈ આજે દાંતા તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી દ્વારા મૃતક બાળકીના પિતા જોરાભાઇ નાનાભાઈ ખરાડીને 4 લાખ રૂપિયાનો ચેક આપવામાં જેતવાસ અસરગ્રસ્ત ના ઘરે આવી રુપિયા ચાર લાખ નો ચેક મ્રૃતક ના પિતા ને અર્પણ કરવામા આવ્યો હતો. આ સમયે કુંભારીયા સરપંચ ગોવાભાઈ ઉપસ્થિત રહ્યા હતા

આ પણ વાંચોઃ Polio Case Detected in US: આ દેશમાં આશરે 10 વર્ષ બાદ પોલિયોની એન્ટ્રી,વાંચો સંપૂર્ણ વિગત

આ પણ વાંચોઃ Tourist Facility Projects of Shivrajpur: CMએ દ્વારકા નજીક વિકસી રહેલા શિવરાજપૂરના ટુરિસ્ટ ફેસીલીટી પ્રોજેક્ટસની કામગીરીનું નિરીક્ષણ કર્યુ

Gujarati banner 01