Putin russia

Putin feared to have been killed by food poisoning: પુતિને પોતાના પર્સનલ સ્ટાફના 1000 લોકોને બદલી નાંખ્યા

Putin feared to have been killed by food poisoning: રશિયન મીડિયાના રિપોર્ટ મુજબ, પુતિનને ખોરાકમાં ઝેર આપીને હત્યા કરવાની આશંકા છે. તાજેતરમાં ગુપ્તચર રિપોર્ટ બાદ પુતિન પણ ગભરાઈ ગયા છે.

અમદાવાદ, 20 માર્ચ: Putin feared to have been killed by food poisoning: રશિયન ટીવી પર બોલતા વ્લાદિમીર પુતિને કહ્યું હતું કે, યુક્રેન સાથે યુદ્ધ શરૂ થયા બાદ રશિયામાં તેમના વિરુદ્ધ એક ખાસ અભિયાન ચલાવવામાં આવી શકે છે. કેટલાક દેશદ્રોહી લોકો તેમની હત્યાનું ષડયંત્ર રચી શકે છે.

રશિયામાં હત્યા કરવા માટે મોટાભાગે ખોરાકમાં ઝેર આપવાની પદ્ધતિ સામાન્ય છે. આમ પણ પુતિનના ભોજનની પહેલાથી જ તપાસ કરવામાં આવે છે. (Putin feared to have been killed by food poisoning) આમ છતાં પુતિને પોતાના પર્સનલ સ્ટાફના 1000 લોકોને બદલી નાંખ્યા છે. આવા લોકોમાં સુરક્ષા ગાર્ડ્સ, કૂક અને અંગત સચિવો પણ સામેલ છે.

યુક્રેન સાથે યુદ્ધ વચ્ચે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પોતાના પર્સનલ સ્ટાફના 1 હજાર લોકોને નોકરીમાંથી છૂટા કરી દીધા છે. આ સ્ટાફની જગ્યાએ નવા લોકોની ભરતી કરવામાં આવી છે.

આ પણ વાંચો..GTU Wins Gold Medal: ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીએ સોફ્ટ ટેનિસ ઑલ ઈન્ડિયા ઈન્ટર યુનિવર્સિટી સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો

Gujarati banner 01