Covid positive

A new wave of Corana virus: કોરાના વાઇરસની નવી લહેરે આ દેશોમાં કાળો કેર મચાવ્યો છે; જાણો વિગતે

A new wave of Corana virus: હોંગકોંગ અને ચીનમાં કોરાના વાઇરસની નવી લહેરે કાળો કેર મચાવ્યો છે.

અમદાવાદ, 20 માર્ચ: A new wave of Corana virus: WHOએ લોકો માટે ચેતવણી જારી કરી છે. અને સાથે જ કેસ વધવાના ત્રણ કારણ પણ આપ્યા છે. WHOએ કહ્યું હતું કે ઓમિક્રોનના સ્ટીલ્થ સબ-વેરિઅન્ટની જાણ થઈ છે અને નિષ્ણાતો અનુસાર ચીનમાં કેસમાં વધારા માટે તે જવાબદાર છે. તો બીજુ કારણ પ્રતિબંધો હટાવવા અને આરોગ્ય ઉપાયમાં કમી છે. કેસ ઘટતા અને રસીકરણ વધતા લોકોને છૂટ આપીને પ્રતિબંધો હટાવી લેવાયા હોવાને કારણે પણ કેસ વધ્યા છે.

ઓમિક્રોનના સબવેરિઅન્ટ BA2ને કારણે દક્ષિણ કોરિયા, બ્રિટન અને યુરોપના દેશમાં કોરોનાના ફેલાવામાં વધારો થઈ રહ્યો છે. ભારતની સ્થિતિને જોઈએ તો નિષ્ણાતો અહીં ચોથી લહેર મુદ્દે વધારે ચિંતિત જણાતા નથી, જેના માટે તેઓ વ્યાપક રસીકરણ અને ઇમ્યુનિટી સહિતના કારણો ગણાવી રહ્યા છે. મહારાષ્ટ્રના ટેક્નિકલ સલાહકાર અને આરોગ્ય સેવા મહાનિર્દેશક ડૉક્ટર સુભાષ સાળુંકેના અનુસાર આપણે સાવધતા ન ઘટાડી શકીએ, કારણ કે ભારતમાં પણ ચોથી રહેલ આવશે. ચોથી લહેર વિશે જે એક બાબત આપણે નથી જાણતા કે તે ક્યારે આવશે.

A new wave of Corana virus

A new wave of Corana virus: હોંગકોંગ અને ચીનમાં કોરાના વાઇરસની નવી લહેરે કાળો કેર મચાવ્યો છે. હોંગકોંગમાં રોજના 20 હજાર કરતા વધારે નવા કેસ સામે આવી રહ્યા છે તો રોજ 250થી વધારે લોકોના મોત થઈ ગયા છે. પરિસ્થિતિ એટલી હદ સુધી વકરી છે કે મૃતદેહોને રેફ્રિજરેટેડ શિપિંગ કન્ટેનરોમાં રાખવા પડી રહ્યા છે કારણ કે અહીં કોફીન સમાપ્ત થઈ ગયા છે કે પછી મુશ્કેલીથી મળી રહ્યા છે.

હોંગકોંગમાં ભારત જેટલી વસતી હોય તો અહીં વર્તમાન સ્થિતિમાં રોજ 35 લાખથી વધારે પોઝિટિવ કેસ આવી રહ્યા હોત.આરોગ્ય અધિકારીઓના જણાવ્યા પ્રમાણે શુક્રવારે કોરોના સંક્રમણના 20,079 કેસ સામે આવ્યા હતા. જેની સાથે હજુ સુધીમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 10,16,944 પર પહોંચી ગઈ છે. કુલ સંક્રમિતો પૈકી 97 ટકા કેસ ડિસેમ્બરમાં શરૂ થયેલી લહેરમાં સામે આવ્યા છે. નવ ફેબ્રુઆરીથી હજુ સુધીમાં 5,200 જેટલા લોકોનાં મોત થયા છે.

જ્યારે ચીનમાં કોરોનાથી 4,638 લોકોના મોત થયા છે. (A new wave of Corana virus) હોંગકોંગમાં કોરોનાથી મરનારા લોકો પૈકી મોટાભાગના વૃદ્ધ દર્દીઓ હતા અને મોટાભાગને દર્દીઓનું સંપૂર્ણ રસીકરણ નહોતું કરાયું. હકીકતમાં હોંગકોંગમાં તાજેતરના સપ્તાહોમાં વિશ્વ સ્તરે દર 10 લાખ લોકો પર સૌથી વધારે મોત નોંધાયા છે. સિંગાપુરની તુલનામાં 24 ગણા વધારે મોત નોંધાયા છે, કારણ કે અહીં મોટાભાગના વૃદ્ધ નાગરિકો આંશિક અથવા સંપૂર્ણપણે અસંબદ્ધ રહે છે.

આ પણ વાંચો..The country first paperless assembly: નાગાલેન્ડ વિધાનસભા દેશની પ્રથમ પેપરલેસ વિધાનસભા

Gujarati banner 01