160618 irving space race tease fdjpo9

Race to space: અંતરીક્ષની યાત્રા કોણ કરશે? અમેરિકાના બે નામાંકિત ઉદ્યોગપતિઓ વચ્ચે લાગી રેસ

Race to space: પહેલી અવકાશયાત્રા કોણ કરશે તેને લઈને રેસ લાગી છે. એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ 20 જુલાઈએ અંતરિક્ષયાત્રા કરવાની જાહેરાત કરી

નવી દિલ્હી, 02 જુલાઇઃ Race to space: વર્જિન એરલાઈન્સના માલિક અને સાથે સાથે અંતરિક્ષયાન કંપની વર્જિન ગેલેક્ટિકની સ્થાપના કરનાર ઉદ્યોગપતિ રિચર્ડ બ્રેનસને જાહેરાત કરી છે કે, તે જેફ બેઝોસના નવ દિવસ પહેલા એટલે કે 11 જુલાઈએ અંતરિક્ષ યાત્રા કરશે. બ્રેનસનની કંપનીએ ગુરુવારે સાંજે આ જાહેરાત કરી હતી અને કહ્યુ હતુ કે, આ અવકાશયાત્રામાં બ્રેનસન સહિત છ લોકો હશે.અંતરિક્ષ યાન અમેરિકાના ન્યૂ મેક્સિકો રાજ્યમાંથી ઉડાન ભરશે. યાનનુ સંચાલન કંપનીના જ કર્મચારીઓ કરશે.

Whatsapp Join Banner Guj

જોકે વર્જિન ગેલેક્ટિક આ પહેલા ત્રણ અંતરિક્ષ યાત્રઆઓનુ આયોજન કરી ચુકી છે. આ તેની ચોથી સફ હશએ.તેના પહેલા જેભ બેઝોસની અવકાશ યાત્રા કંપની બ્લુ ઓરેજિને જાહેર કર્યુ હતુ કે, જેફ બેઝોસ સાથે 20 જુલાઈના રોજ અવકાશ યાત્રા(Race to space) પર જનારાઓમાં એરોસ્પેસ વિશ્વની એક આગેવાન મહિલા પણ હશે. જેણે અંતરિક્ષ યાત્રા માટે 60 વર્ષ રાહ જોઈ છે.

જેફ બેઝોસે 20 જુલાઈનો દિવસ એટલા માટે પસંદ કર્યો છે કારણકે આ દિવસે જ અમેરિકાના અવકાશયાત્રીઓએ ચંદ્ર પર ઉતરાણ કર્યુ હતુ. બ્લુ ઓરિજિન દ્વારા જેફ બેઝોસ સાથે અવકાશયાત્રા કરવા માંગનારાઓ માટે એક હરાજી કરાઈ હતી. જેમાં મળનારી રકમનો ઉપયોગ ચેરિટી માટે થનારો છે.

આ પણ વાંચોઃ Mana Patel: અમદાવાદની દિકરી માના પટેલ ટોકિયો ઓલમ્પિક્સમાં બેકસ્ટ્રોક સ્વીમીંગ કેટેગરીમાં પસંદગી પામનારી દેશની પ્રથમ મહિલા બની..!