Rishi sunak

Rishi Sunak controversy: પદ સંભાળતાની સાથે જ મુશ્કેલીમાં મુકાયા સુનક, જૂનો વીડિયો થયો વાયરલ

Rishi Sunak controversy: ભારતીય મૂળના ઋષિ સુનકે જ્યારે બ્રિટનના નવા વડાપ્રધાન બનીને ઈતિહાસ રચ્યો ત્યારે લુધિયાણામાં રહેતા તેમના સંબંધીઓએ આનંદ વ્યક્ત કર્યો હતો. આજુબાજુમાં મીઠાઈ વહેંચવામાં આવી હતી.

બ્રિટન, 28 ઓક્ટોબર: Rishi Sunak controversy: ભારતીય મૂળના ઋષિ સુનકને બ્રિટનના વડાપ્રધાન બન્યાને માત્ર એક દિવસ જ થયો છે, પરંતુ હવે તેમની સામે એક નવી સમસ્યા ઊભી થઈ છે. સુનકનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ટ્રાન્સજેન્ડર સમુદાય સામે નકારાત્મક જવાબ આપતો જોવા મળી રહ્યો છે. વાયરલ થઈ રહેલો વીડિયો આ વર્ષે 25 ઓગસ્ટનો છે, જે ટોક ટીવી દ્વારા એક ઈન્ટરવ્યુ દરમિયાન રેકોર્ડ કરવામાં આવ્યો હતો. ત્યારે સુનક વડાપ્રધાન બનવાની રેસમાં હતા. આ દરમિયાન સુનકને પૂછવામાં આવ્યું કે, શું ટ્રાન્સવુમન મહિલા છે? જવાબમાં સુનક કહે છે કે, ના, તે ટ્રાન્સવુમનને મહિલા નથી માનતો.

વાયરલ વીડિયો પહેલા LGBT સમુદાય માટે સુનકે શું કહ્યું હતું

આ વીડિયો વાઈરલ થયો તે પહેલા સુનકનું વલણ એલજીબીટી સમુદાય માટે ઘણું હકારાત્મક હતું. તેમણે કહ્યું કે, ટ્રાન્સ લોકો સામે પૂર્વગ્રહ ખોટો છે.” LGBT+ કન્ઝર્વેટિવ્સ તેમને “લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ અને ટ્રાન્સ-કંઝર્વેટિવ કહે છે અને સમર્થન આપે છે. સંસ્થાની વેબસાઈટ પર સુનાકના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “કંઝર્વેટિવ પાર્ટી સમાજમાં દરેક વ્યક્તિ માટે આવકારદાયક પરિવાર છે, પછી ભલે તે કોઈ પણ હોય.

આ પણ વાંચો..Mukhyamantri Gau mata Poshan Yojana: મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાનો લાભ હવે પોતાની જમીન ન ધરાવતી ગૌશાળા-પાંજરાપોળોને પણ અપાશે

લુધિયાણામાં ઉજવણી કરવામાં આવી હતી

ભારતીય મૂળના ઋષિ સુનકે જ્યારે બ્રિટનના નવા વડાપ્રધાન બનીને ઈતિહાસ રચ્યો ત્યારે લુધિયાણામાં રહેતા તેમના સંબંધીઓએ આનંદ વ્યક્ત કર્યો હતો. આજુબાજુમાં મીઠાઈ વહેંચવામાં આવી હતી. બેરી પરિવારે તેને ઐતિહાસિક ક્ષણ ગણાવી હતી. લુધિયાણામાં દારૂ અને કપડાના મોટા બિઝનેસમેન અજય અને રજત બેરીએ જણાવ્યું કે, સુનકના દાદાના પાંચ ભાઈઓ છે. અમે સૌથી નાના દાદાની દીકરીના દીકરા છીએ. અજયે જણાવ્યું કે, તેના દાદા અને ઋષિના દાદા સાચા ભાઈઓ છે.

આવી સ્થિતિમાં સુનક તેનો પિતરાઈ ભાઈ છે. તે તેમની સાથે વારંવાર વાત કરે છે. ઋષિ પણ લુધિયાણા આવતા રહ્યા છે. સુનકના દાદા રઘુવીર સેન બેરી લુધિયાણાના આલમગીર પાસેના જસોવાલ સુડા ગામના રહેવાસી હતા અને આ ગામમાં બેરી પરિવારના વડીલોનો જન્મ થયો હતો.

Gujarati banner 01