sheikh rashid

sheikh rashid: હસવા જેવુ થયું..! ભારત-પાક મેચ જોવા પહોંચી ગયા પાકિસ્તાન ગૃહ મંત્રી, PM ઈમરાને પાછા બોલાવી લીધા

sheikh rashid: પોલીસનુ કહેવુ છે કે, દેખાવકારોએ પોલીસ પર પેટ્રોલ બોમ્બ પણ ફેંક્યા હતા. તેઓ સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડવા માંગતા હતા

નવી દિલ્હી, 23 ઓક્ટોબરઃ sheikh rashid: પાકિસ્તાનમાં હાલમાં પ્રતિબંધિત સંગઠન તહરીક એ લબ્બેક પાકિસ્તાનના સમર્થકો દ્વારા દેખાવો ચાલી રહ્યા છે. લાહોરમાં થયેલી અથડામણમાં ત્રણ પોલીસ કર્મીઓ માર્યા ગયા છે અને સેંકડો લોકો ઘાયલ થયા છે. આમ છતા પાકિસ્તાનના ગૃહ મંત્રી ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી-20 વર્લ્ડકપની મેચ જોવા માટે યુએઈ પહોંચી ગયા છે. એ પછી ઈમરાખાને તેમને પાછા બોલાવી લીધા છે. શેખ રશિદ શનિવારે સવારે પાછા આવી ગયા છે.

પોલીસનુ કહેવુ છે કે, દેખાવકારોએ પોલીસ પર પેટ્રોલ બોમ્બ પણ ફેંક્યા હતા. તેઓ સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડવા માંગતા હતા. ભીડ દ્વારા એક પોલીસ ચોકી પર હુમલો પણ કરવામાં આવ્યો હતો.

આ પહેલા ટીએલપી દ્વારા એપ્રિલ મહિનામાં પણ હિંસક દેખાવો કરવામાં આવ્યા હતા. એ પછી પાક સરકારે મજબૂરીમાં આ સંગઠન પર પ્રતિબંધ મુકયો હતો. ટીએલપીના ચીફ સાદ હુસેન રીઝવીની પંજાબ સરકારે હિંસા ભડકાવવાના આરોપસર ધરપકડ કરી છે અને હાલમાં તે પોલીસની અટકાયતમાં છે. તેને છોડાવવાની માંગ સાથે સમર્થકોએ લાહોરમાં હિંસક દેખાવો કર્યા હતા.

આ પણ વાંચોઃ Neera tanden: અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનના સ્ટાફ સેક્રેટરી બન્યા નીરા ટંડન, આ પદે પહોંચનારા પહેલા ભારતીય અમેરિકી મહિલા

Whatsapp Join Banner Guj