Rural Development Minister Arjun Singh Chauhan

Rural Development Minister Arjun Singh Chauhan: શક્તિપીઠ અંબાજી ખાતે ગ્રામ વિકાસ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે નવચંડી યજ્ઞમાં આહુતિ આપી

Rural Development Minister Arjun Singh Chauhan: શક્તિપીઠ અંબાજી ખાતે ગ્રામ વિકાસ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે માતાજીના સજોડે યજ્ઞ શાળામાં ઉપસ્થિત રહી નવચંડી યજ્ઞમાં આહુતિ આપી

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૨૩ ઓક્ટોબર:
Rural Development Minister Arjun Singh Chauhan: શક્તિપીઠ અંબાજી ખાતે ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી અર્જુનસિંહ ચૌહાણે ભક્તિભાવ પૂર્વક માતાજીના દર્શન અને પૂજા અર્ચના કર્યાં હતાં. અંબાજી મંદિરમાં દર્શન અને પૂજા અર્ચના બાદ મંત્રીએ સજોડે યજ્ઞશાળામાં ઉપસ્થિત રહી નવચંડી યજ્ઞમાં આહુતિ આપી ધન્યતા અનુભવી હતી.

આ પ્રસંગે મંત્રીઅર્જુનસિંહ ચૌહાણે જણાવ્યું કે હતું કે, મા અંબાની કૃપા અને આશીર્વાદથી આપણા રાજ્ય અને સમગ્ર દેશમાં સુખ-સમૃધ્ધિ પથરાય તથા આપણું ગુજરાત ઉત્તરોતર પ્રગતિના સોપાન સર કરે તેવી માતાજીના ચરણોમાં પ્રાર્થના કરી છે. સૌના જીવનમાં સુખ-સમૃધ્ધિ પથરાય તથા માતાજી સૌને તંદુરસ્ત, દીર્ઘઆયુષ્ય આપે તેવી પણ માતાજીને પ્રાર્થના કરી છે.

આ પણ વાંચો…Amit shah visit J&K: અમિત શાહ આજથી ત્રણ દિવસ જમ્મુ-કાશ્મીરના પ્રવાસે, શહીદના પરિવારની મુલાકાત બાદ સુરક્ષા મુદ્દે મહત્વની બેઠક

આ પ્રસંગે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર એસ.જે.ચાવડાએ માતાજીનો ખેસ પહેરાવી મંત્રીનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નીલ ખરે સહિત અધિકારીઓ, અગ્રણીઓ અને માઈભક્તો ઉપસ્થિત રહ્યાં હતાં.

Whatsapp Join Banner Guj