Neera tanden

Neera tanden: અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનના સ્ટાફ સેક્રેટરી બન્યા નીરા ટંડન, આ પદે પહોંચનારા પહેલા ભારતીય અમેરિકી મહિલા

Neera tanden: નીરા ટંડનને આના પહેલા ગત મે મહિનામાં રાષ્ટ્રપતિ જો બાઈડનના વરિષ્ઠ સલાહકાર બનાવવામાં આવ્યા હતા

નવી દિલ્હી, 23 ઓક્ટોબરઃ Neera tanden: ભારતીય મૂળના અમેરિકી નાગરિક નીરા ટંડનને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનના સ્ટાફ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે. નીરા આ પદને હાંસલ કરનારા પ્રથમ ભારતીય મૂળના અમેરિકી નાગરિક છે. નીરા ટંડનને આના પહેલા ગત મે મહિનામાં રાષ્ટ્રપતિ જો બાઈડનના વરિષ્ઠ સલાહકાર બનાવવામાં આવ્યા હતા. હવે તેઓ સ્ટાફ સેક્રેટરી બની ગયા છે માટે તેમના પાસે રાષ્ટ્રપતિ બાઈડનના તમામ દસ્તાવેજોનું નિયંત્રણ રહેશે. 

ભારતીય મૂળના અમેરિકી નાગરિક નીરા ટંડન(Neera tanden) માટે આ ખૂબ જ મોટી ઉપલબ્ધિ છે. અગાઉ ગત મે મહિનામાં તેમને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનના વરિષ્ઠ સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. વ્હાઈટ હાઉસમાં સ્ટાફ સેક્રેટરી સન્માનજનક પદ ગણાય છે. અત્યાર સુધી આ પદે ભારતીય મૂળનું કોઈ નાગરિક નિયુક્ત નહોતું થયું. 

આ પણ વાંચોઃ Amit shah visit J&K: અમિત શાહ આજથી ત્રણ દિવસ જમ્મુ-કાશ્મીરના પ્રવાસે, શહીદના પરિવારની મુલાકાત બાદ સુરક્ષા મુદ્દે મહત્વની બેઠક

આ સાથે જ નીરા ટંડન વ્હાઈટ હાઉસમાં વરિષ્ઠ સલાહકારના પદ પર પણ જળવાઈ રહેશે. આમાં તેમણે રાષ્ટ્રપતિને અનેક મહત્વના મુદ્દે સલાહો પણ આપી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે તેઓ વ્હાઈટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ રોનાલ્ડ ક્લેનને રિપોર્ટ કરશે. ગત વર્ષે રાષ્ટ્રપતિ બાઈડને નીરાને બજેટ અને પ્રબંધન કાર્યાલયના નેતૃત્વ માટે પણ નામિત કર્યા હતા. આ એક પ્રમુખ કેબિનેટ પદ છે. જોકે કેટલાક મહિનાઓ પહેલા નીરાએ રિપબ્લિકન સીનેટર્સના આકરા વિરોધના કારણે વ્હાઈટ હાઉસ પ્રબંધન અને બજેટ કાર્યાલયના ડિરેક્ટર પદ માટેનું પોતાનું નામાંકન પાછું ખેંચી લીધું હતું. 

Whatsapp Join Banner Guj