Taliban Bans Hairdressers From Shaving Trimming Beards

Taliban Bans Hairdressers From Shaving, Trimming Beards: અફગાનના હેલમંદમાં તાલિબાનએ દાઢી અને વાળ કપાવવા પર પ્રતિબંધ

Taliban Bans Hairdressers From Shaving, Trimming Beards: ઇસ્લામિક ઓરિએન્ટેશન મંત્રાલયના અધિકારીઓએ આ સંદર્ભમાં પ્રાંતની રાજધાની લશ્કર ગઢમાં હેરડ્રેસીંગ સલુન્સના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી, જેમાં હેરસ્ટાઇલ અને દાઢી કપાવવાની ચેતવણી આપવામાં આવી

કાબુલ, 27 સપ્ટેમ્બરઃTaliban Bans Hairdressers From Shaving, Trimming Beards: મહિલાઓના અધિકારોને લગભગ સમાપ્ત કરનાર તાલિબાને હવે અફઘાનિસ્તાનમાં પુરુષોની સ્વતંત્રતા પર પ્રતિબંધ મૂકવાનું શરૂ કરી દીધું છે. અફઘાનિસ્તાનના હેલમંડ પ્રાંતમાં તાલિબાનોએ તમામ સલુન્સમાં દાઢી કાઢવા અથવા કાપવા પર પ્રતિબંધ મૂક્યો છે. તાલિબાને આ અંગે પત્ર પણ જારી કર્યો છે.

ફ્રન્ટીયર પોસ્ટ તાલિબાનના પત્રને ટાંકીને કહે છે કે, “તાલિબાને દક્ષિણ અફઘાનિસ્તાનના હેલમંડ પ્રાંતમાં સ્ટાઇલિશ હેરસ્ટાઇલ અને દાઢી કાપવા પર પ્રતિબંધ મૂક્યો છે.”

સમાચાર અનુસાર, ઇસ્લામિક ઓરિએન્ટેશન મંત્રાલયના અધિકારીઓએ આ સંદર્ભમાં પ્રાંતની રાજધાની લશ્કર ગઢમાં હેરડ્રેસીંગ સલુન્સના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી, જેમાં હેરસ્ટાઇલ અને દાઢી કપાવવાની ચેતવણી આપવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Corona case in surat: સુરતમાં કોરોનાનો કહેર- એક અઠવાડિયામાં બે એપાર્ટમેન્ટ સીલ, બહાર પોલીસ બંદોબસ્ત

સોશિયલ નેટવર્ક પર શેર કરવામાં આવતા ઓર્ડરની નકલ એ પણ જાહેર કરી છે કે તાલિબાને હેર ડ્રેસિંગ સલુન્સમાં કોઈપણ પ્રકારના સંગીત વગાડવા પર પ્રતિબંધ મૂક્યો છે.


નોંધનીય છે કે 15 ઓગસ્ટના રોજ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર કબ્જો કર્યા બાદ તાલિબાને સમગ્ર દેશમાં શરિયા કાયદાનો અમલ શરૂ કર્યો હતો. તાજેતરમાં, તાલિબાનોની નિર્દયતા ત્યારે સામે આવી જ્યારે અપહરણના ચાર આરોપીઓને મારી નાખવામાં આવ્યા અને ચોકડી પર લટકાવવામાં આવ્યા.

Whatsapp Join Banner Guj