kabul airport

Taliban news update: તાલિબાને અફઘાન એરસ્પેસ કર્યો બંધ ; એર ઈન્ડિયાએ લીધો આ મહત્વનો નિર્ણય

Taliban news update: ભારત સરકાર દ્વારા અફઘાનિસ્તાનની રાજધાની કાબૂલથી પોતાના નાગરિકો અને કર્મચારીઓને રેસ્ક્યૂ કરવા માટે આજે 12.30 વાગે એક સ્પેશિયલ વિમાન મોકલવાનું નક્કી કરવામાં આવ્યું હતું. 

કાબુલ, ૧૬ ઓગસ્ટ: Taliban news update: અફઘાનિસ્તાનમાં તાલિબાનોની એન્ટ્રી બાદ સ્થિતિ વણસી છે અને લોકો કાબુલ છોડવા માટે મરણીયા બન્યા છે. ત્યારે ગંભીર સ્થિતિને ધ્યાને લેતા હવે એરસ્પેસ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી જાણકારી પ્રમાણે, કાબુલ હવાઈ મથકથી પરથી તમામ પ્રકારની ફ્લાઈટ્સ રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ અફઘાનિસ્તાન જવા રવાના થનારી એર ઈન્ડિયાની ફ્લાઈટ પણ  રદ્દ કરવામાં આવી છે. 

Kabul airport firing: કાબુલ ઍરપૉર્ટ પર ફાયરિંગ બાદ અફરાતફરીની સ્થિતિ; જુઓ વીડિયો

ભારત સરકાર દ્વારા (Taliban news update) અફઘાનિસ્તાનની રાજધાની કાબૂલથી પોતાના નાગરિકો અને કર્મચારીઓને રેસ્ક્યૂ કરવા માટે આજે 12.30 વાગે એક સ્પેશિયલ વિમાન મોકલવાનું નક્કી કરવામાં આવ્યું હતું. 

Bajrangdal mashal yatra: જામનગરમાં અખંડ ભારતના સંકલ્પ સાથે વિહિપ, બજરંગદળની મશાલ યાત્રા નું ઠેર-ઠેર સ્વાગત કરાયું

ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાને દહેશત મચાવી છે અને આખા અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો છે. અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ દેશ છોડી ચૂક્યા છે અને કાબૂલમાં પણ તાલિબાને પોતાનો ઝંડો લહેરાવ્યો છે.

Whatsapp Join Banner Guj