Horrible scene in kabul

Horrible scene in kabul: કાબુલ એરપોર્ટ પર ભયાનક સ્થિતિ, કાબુલથી નિકળવા વિમાનના પૈડા પર લટક્યા ત્રણ લોકો- જુઓ વીડિયો

Horrible scene in kabul: અફઘાનિસ્તાનના લોકો પોતાની આ સ્થિતિ માટે અમેરિકાને દોષી માની રહ્યાં રહ્યાં છે.

કાબુલ, 16 ઓગષ્ટઃ Horrible scene in kabul: અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જાના કારણે પરિસ્થતિ ઘણી ખરાબ થઈ ગઈ છે. કાબુલ એરપોર્ટની ઘણી ભયાવહ તસવીર અને વીડિયો સામે આવ્યા છે. જે સોશ્યલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. પરિસ્થિતિ બગડવાના કારણે લોકો અફઘાનિસ્તાનથી પલાયન કરી રહ્યા છે અને એરપોર્ટ પર પરિસ્થિતિ એટલી બગડી ગઈ છે કે ત્યાં પગ મૂકવાની જગ્યા નહોતી.

અફઘાનિસ્તાનને લઈને સમગ્ર દુનિયાને જે વાતનો ડર કેટલાય દિવસથી હતો, તે ડર આખરે રવિવારે સાચો સાબિત થયો. કાબુલ પર કબ્જાની સાથે જ અફઘાનિસ્તાનમાં 20 વર્ષ બાદ તાલિબાનનું ફરીથી રાજ થઈ ગયુ. તાલિબાન રિટર્નના કારણે કાબુલ સહિત સમગ્ર અફઘાનિસ્તાન(Horrible scene in kabul)માં ત્રાહિમામની સ્થિતિ છે અને લોકો કોઈ પણ સ્થિતિમાં ત્યાંથી નીકળવા ઈચ્છે છે.

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં કાબુલ એરપોર્ટથી નિકળેલા એક વિમાનના પૈડા પર ત્રણ વ્યક્તિ લટકેલા દેખાઇ રહેલા છે. વીડિયોમાં વિમાન 17ના પૈડા પર લટકેલા લોકો એક જ છત પર પડતા દેખાઇ રહ્યાં હતા. ઘણા લોકોએ આ જોઇને ક્લિપ શેર કરી અમેરિકાને ધિક્કારી રહ્યાં છે. અફગાનિસ્તાનથી અમેરિકાની સેનાને પાછી લેવા પર તાલિબાનને અફગાનિસ્તાન પર કબ્જો કરવાનો મોકો મળી ગયો છે.

આ પણ વાંચોઃ 12th Science Repeater result: ધો.12 સાયન્સના કુલ 30343 રિપીટર્સ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી એમાં માત્ર 4649 જ પાસ થયા, માત્ર 15.32 ટકા જ આવ્યું !

તાલિબાન વિશ્વાસ અપાવે છે કે કાબુલમાં હાજર રાજદૂતોને ડરવાની જરૂર નથી પરંતુ તાલિબાનનો આતંક લોકોના દિલ-દિમાગ પર હાવી છે, આનો પુરાવો કાબુલના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જોવા મળ્યો. કાબુલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો અને એરપોર્ટ પર હાજર ભીડ જલ્દીથી જલ્દી અફઘાનિસ્તાન છોડવા માટે કોઈ પણ પરિસ્થિતિમાં ફ્લાઈટમાં ચઢવાને લઈને બેચેન જોવા મળી. ત્યાં NATO દેશોએ નિર્ણય લીધો છે કે કાબુલની તમામ કોમર્શિયલ ફ્લાઈટ સસ્પેન્ડ રહેશે અને કાબુલ એરપોર્ટનો ઉપયોગ હવે માત્ર મિલિટ્રી માટે થશે. 

આ હશે અફઘાનિસ્તાનનુ નામ

રાષ્ટ્રપતિ ભવનમાં તાલિબાનના આતંકવાદી દાખલ થઈ ચૂક્યા છે અને હથિયારોથી લેસ તાલિબાની આતંકવાદીઓએ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ ભવન પર કબ્જો કરી લીધો છે. તાલિબાને દાવો કર્યો છે કે તેમને ના માત્ર કાબુલના 11 જિલ્લા પર નિયંત્રણ થઈ કર્યુ છે, પરંતુ અફઘાનિસ્તાનનો કંટ્રોલ પણ હવે તેમના હાથમાં છે. તાલિબાને અફઘાનિસ્તાનમા જલ્દી પોતાની હૂકુમતનુ એલાન કરવાની વાત કહી છે અને એ જાહેરાત પણ કરી છે કે અફઘાનિસ્તાનનુ નવુ નામ હવે ઈસ્લામિક અમીરાત ઑફ અફઘાનિસ્તાન હશે.

એર ઈન્ડિયાના વિમાને લીધો યુ-ટર્ન

શિકાગોથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI126એ થોડી વાર પહેલા મજાર-એ-શરીફની ઉપર અફઘાન એરસ્પેસ પર અચાનક યુ-ટર્ન લઈ લીધો. હાલ વિમાન(Horrible scene in kabul) તુર્કમેનિસ્તાનના એરસ્પેસમાં છે. હજુ સુધી સત્તાકીય રીતે આના કારણની જાણકારી સામે આવી નથી પરંતુ અટકળ લગાવાઈ રહી છે કે અફઘાન એરસ્પેસ પર સુરક્ષાની ચિંતાએ ભારતીય વિમાનનો માર્ગ બદલવા માટે મજબૂર કર્યુ.

Whatsapp Join Banner Guj