Turkey Earthquake update

Turkey earthquake update: તુર્કીમાં વિનાશક ભૂકંપનો મૃત્યુઆંક 15 હજારે પહોંચ્યો, વાંચો વિગતે…

Turkey earthquake update: વિનાશકારી ભૂકંપમાં તુર્કીના દૂરના વિસ્તારમાં એક ભારતીય ગુમ છે જ્યારે 10 અન્ય લોકો ફસાયા છે

નવી દિલ્હી, 09 ફેબ્રુઆરી: Turkey earthquake update: તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપબાદ હવે રાહત અને બચાવ કાર્ય યુદ્ધના ધોરણે કરવામાં આવી રહ્યું છે. ભૂકંપ પછીના વિનાશને કારણે મૃત્યુઆંક દિવસેને દિવસે વધી રહ્યો છે. તુર્કીમાં અત્યાર સુધીમાં 15000 લોકોના મોત થયા છે. ભારતે પણ તુર્કીની મદદ માટે હાથ લંબાવ્યો છે. ભારતે અગાઉ રાહત અને બચાવ કાર્ય માટે એનડીઆરએફની બે ટીમ મોકલી હતી, ભારતે અત્યાર સુધીમાં ત્રણ ટીમ મોકલી છે. 

વિનાશકારી ભૂકંપમાં તુર્કીના દૂરના વિસ્તારમાં એક ભારતીય ગુમ છે જ્યારે 10 અન્ય લોકો ફસાયા છે. જોકે, આ 10 લોકો સુરક્ષિત હોવાનું કહેવાય છે. વિદેશ મંત્રાલયે બુધવારે આ જાણકારી આપી. તુર્કીમાં આવેલા ભૂકંપથી અત્યાર સુધીમાં લગભગ 15,000 લોકોના મોત થયા છે, જ્યારે હજારો લોકો ઘાયલ હોવાનું કહેવાય છે.

વિદેશ મંત્રાલયના સચિવ (પશ્ચિમ) સંજય વર્માએ જણાવ્યું હતું કે ભૂકંપગ્રસ્ત વિસ્તારમાં એક ભારતીય ગુમ છે અને અન્ય 10 લોકો દૂરના વિસ્તારોમાં ફસાયેલા છે, પરંતુ તેઓ સુરક્ષિત છે. તેમણે કહ્યું કે જે વ્યક્તિ ગુમ છે તે બિઝનેસ વિઝિટ પર તુર્કી ગયો હતો. છેલ્લા બે દિવસથી તેનો કોઈ પત્તો લાગ્યો નથી. આ વ્યક્તિ બેંગ્લોરની એક કંપનીમાં કર્મચારી છે. વર્માએ કહ્યું કે અમે વ્યક્તિની કંપની અને પરિવારના સંપર્કમાં છીએ.

વર્માએ કહ્યું છે કે તુર્કીના અદનમાં એક કંટ્રોલ રૂૂમ બનાવવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં લગભગ 75 લોકોએ કંટ્રોલ રૂૂમ પર ફોન કરીને અમારો સંપર્ક કર્યો છે અને દૂતાવાસ પાસેથી માહિતી અને મદદ માંગી છે. તેમણે કહ્યું કે વધુ ત્રણ ભારતીયોએ અમારો સંપર્ક કર્યો હતો જેઓ સુરક્ષિત સ્થળે પહોંચી ગયા છે અને સારું અનુભવી રહ્યા છે. અમે અસરગ્રસ્ત વિસ્તારમાં બચાવ ટીમ પણ તૈનાત કરી છે. 

વિદેશ મંત્રાલયના સચિવે કહ્યું કે જે વિસ્તારમાં ભૂકંપ આવ્યો છે ત્યાંનું હવામાન પણ ઠંડુ છે. રાત્રે તાપમાન શૂન્યની આસપાસ જઈ રહ્યું છે. જેના કારણે વાહનવ્યવહારની સાથે કોમ્યુનિકેશનને પણ અસર થઈ રહી છે. ભૂકંપના કારણે મોબાઈલ નેટવર્ક પણ પ્રભાવિત થયા છે, જેના કારણે લોકોનો સંપર્ક કરવામાં મુશ્કેલી પડી રહી છે.

આ પણ વાંચો: Rajkot-guwahati special train: મુસાફરોની સુવિધા માટે દોડાવવામાં આવશે રાજકોટ-ગુવાહાટી સ્પેશિયલ ટ્રેન, જાણો સંપૂર્ણ ડીટેલ…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો