Rajkot-guwahati special train: મુસાફરોની સુવિધા માટે દોડાવવામાં આવશે રાજકોટ-ગુવાહાટી સ્પેશિયલ ટ્રેન, જાણો સંપૂર્ણ ડીટેલ…

Rajkot-guwahati special train: રાજકોટ-ગુવાહાટી સ્પેશિયલ રાજકોટથી શનિવારે 13.15 કલાકે ઉપડશે અને સોમવારે 20.30 કલાકે ગુવાહાટી પહોંચશે

રાજકોટ, 08 ફેબ્રુઆરી: Rajkot-guwahati special train: મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ અને ગુવાહાટી વચ્ચે વિશેષ ભાડા પર વિન્ટર સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ સ્પેશિયલ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:

ટ્રેન નંબર 05637/05638 રાજકોટ-ગુવાહાટી સ્પેશિયલ [4 ટ્રીપ્સ]

ટ્રેન નંબર 05637 રાજકોટ-ગુવાહાટી સ્પેશિયલ રાજકોટથી શનિવારે 13.15 કલાકે ઉપડશે અને સોમવારે 20.30 કલાકે ગુવાહાટી પહોંચશે. આ ટ્રેન 11 ફેબ્રુઆરી અને 18 ફેબ્રુઆરી, 2023ના રોજ દોડશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 05638 ગુવાહાટી–રાજકોટ સ્પેશિયલ ગુવાહાટીથી બુધવારે 09.00 કલાકે ઉપડશે અને શુક્રવારે 19.10 કલાકે રાજકોટ પહોંચશે.

આ ટ્રેન 8 ફેબ્રુઆરી અને 15 ફેબ્રુઆરી, 2023ના રોજ દોડશે. આ ટ્રેન બંને દિશામાં સુરેન્દ્રનગર, અમદાવાદ, છાયાપુરી, રતલામ, નાગદા, ઉજ્જૈન, બીના, સતના, મિર્ઝાપુર, પં. દીન દયાલ ઉપાધ્યાય, હાજીપુર, બરૌની, કટિહાર, ન્યુ જલપાઈગુડી, ન્યુ કૂચ બિહાર અને ન્યુ બોંગાઈગાંવ સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.

ટ્રેન નંબર 05637નું બુકિંગ 9 ફેબ્રુઆરી, 2023 થી PRS કાઉન્ટર અને IRCTCની વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ, રચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

આ પણ વાંચો: Important news for railway passengers: રેલયાત્રિયો ધ્યાન આપો! અમદાવાદ ડિવિઝનની આ ટ્રેનો થઇ કેન્સલ, આના બદલાયા રૂટ…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો