twitter blue tick

Twitter Blue Tick charge: ટ્વિટર પર બ્લુ ટિક માટે 8 ડોલરવાળો પ્લાન શરૂ થઈ ગયો; આ પાંચ દેશોમાં પ્લાન શરુ

Twitter Blue Tick charge: ટ્વિટરના નવા માલિકે મસ્કે બ્લુ ટિકની કિંમત 8 ડોલર એટલે કે લગભગ 661 પ્રતિ માસ રાખવામાં આવી છે. જો કે, તેનો ચાર્જ અલગ-અલગ દેશોમાં અલગ-અલગ હશે.

અમદાવાદ , 07 નવેમ્બર: Twitter Blue Tick charge: એક રિપોર્ટ્સ અનુસાર, હાલમાં આ પ્લાન iOS યુઝર્સ માટે જ શરૂ કરવામાં આવ્યો છે. આ યોજના યુએસ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને યુકેમાં શરૂ કરવામાં આવી છે. ઈલોન મસ્કે લગભગ ટ્વિટર ખરીદીને 7500 કર્મચારીઓમાંથી 3500 કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરી દીધા છે. ટ્વિટરના નવા માલિકે મસ્કે બ્લુ ટિકની કિંમત 8 ડોલર એટલે કે લગભગ 661 પ્રતિ માસ રાખવામાં આવી છે.

જો કે, તેનો ચાર્જ અલગ-અલગ દેશોમાં અલગ-અલગ હશે. ભારતમાં તેની કિંમત કેટલી હશે તે અંગે હજુ કોઈ માહિતી સામે આવી નથી. તેમણે ટ્વીટ કરીને સ્પષ્ટ કર્યું છે કે હવે કોઈ પણ પૈસા ચૂકવીને બ્લુ ટિક લઈ શકો છે. ટ્વિટર હાલમાં વેરિફિકેશન પ્રક્રિયાને સુધારવા પર કામ કરી રહ્યું છે. ટ્વિટરના આ પ્રોજેક્ટ પર કામ કરતા કર્મચારીઓને આ ફીચર શરૂ કરવા માટે 7 નવેમ્બરની ડેડલાઈન આપવામાં આવી છે.

જો તેઓ આમ કરવામાં નિષ્ફળ જશે તો તેમને કંપનીમાંથી કાઢી મૂકવામાં આવશે. હાલમાં કંપનીની મોટા ભાગની આવક જાહેરાતોમાંથી આવે છે, પરંતુ મસ્ક કંપનીની કુલ આવકનો અડધો ભાગ સબ્સ્ક્રિપ્શનમાંથી મેળવવા માગે છે.

આ પણ વાંચો…Sania Mirza’s marriage on the brink of collapse: સાનિયા મિર્ઝા-શોએબ મલિક ના લગ્ન ભંગાણના આરે? સોશિયલ મીડિયા અટકળોએ પકડ્યું જોર-જાણો શું છે કારણ

Gujarati banner 01