Ukraine army brave soldier vitaly

Ukraine army brave soldier vitaly: રશિયન સેનાને રોકવા પોતાનો જીવ આપીને પણ પુલ ઉડાવી દીધો આ યુક્રેનના બહાદુર સૈનિકે- વાંચો વિગત

Ukraine army brave soldier vitaly: વિટાલીની બહાદુરીને યુક્રેનની સેનાએ સલામ કરીને કહ્યુ છે કે, પુલ ઉડાવવા માટે આર્મીની મરિન બટાલિયનના એન્જિનિયર વિટાલી શકુનને બોલાવાયો હતો

નવી દિલ્હી, 26 ફેબ્રુઆરીઃ Ukraine army brave soldier vitaly: રશિયા અને યુક્રેન વચ્ચેના જંગનો આજે ત્રીજો દિવસ છે અને યુક્રેનના એક સૈનિકની બહાદુરીની ચર્ચા આખી દુનિયામાં થઈ રહી છે.

આ સૈનિકનુ નામ વિટાલી શાકુન છે અને સોશિયલ મીડિયા પર તેને હીરો ગણવામાં આવી રહ્યો છે.યુક્રેનની આર્મીએ તેની કહાની વર્ણવતા કહ્યુ છે કે, ખેરસોન વિસ્તારમાં તૈનાત વિટાલીએ રશિયન સેના આગળ ના વધે તે માટે પુલની સાથે પોતાની જાતને ઉડાવી દીધી હતી.જેથી રશિયાના સૈનિકો શહેરમાં પ્રવેશી ના શકે.

આ પણ વાંચોઃ Guillain-Barre syndrome: કોરોના બાદ રાજ્યમાં ભયાનક રોગની એન્ટ્રી, આ રોગથી પ્રથમ મોત નિપજ્યુ- વાંચો વિગત

જે પુલને સૈનિક વિટાલીએ ધ્વસ્ત કર્યો હતો તે રશિયાના કબ્જા હેઠળના ક્રિમિયાને યુક્રેન સાથે જોડે છે.તે અંહીયા ડ્યુટી કરી રહ્યો હતો. વિટાલીની બહાદુરીને યુક્રેનની સેનાએ સલામ કરીને કહ્યુ છે કે, પુલ ઉડાવવા માટે આર્મીની મરિન બટાલિયનના એન્જિનિયર વિટાલી શકુનને બોલાવાયો હતો.તેણે રશિયન ટેન્કોને આગળ વધતી રોકવા માટે પુલ ઉડાવવાનુ કામ સોંપવામાં આવ્યુ હતુ.

તેણે પોતાના જીવના જોખમે આ મિશન પાર પાડ્યુ હતુ.તે પુલ પર વિસ્ફોટકો લગાવીને નિકળી શક્યો નહોતો.આમ છતા તેણે પુલને ઉડાવ્યો હતો અને તેનુ પણ મોત થયુ હતુ. સેના દ્વારા તેને મરણોત્તર સન્માન આપવાની જાહેરાત કરવામાં આવી છે.

Gujarati banner 01