12 year old daughter suicide

Guillain-Barre syndrome: કોરોના બાદ રાજ્યમાં ભયાનક રોગની એન્ટ્રી, આ રોગથી પ્રથમ મોત નિપજ્યુ- વાંચો વિગત

Guillain-Barre syndrome: બે યુવકોની હાલત નાજુકગામના બે યુવાનો હજુ પણ આ શંકાસ્પદ બીમારીમાં સપડાયેલા છે અને તેઓને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે

આણંદ, 26 ફેબ્રુઆરીઃ Guillain-Barre syndrome: આણંદ જિલ્લામાં ગુલિયન બેરી સિન્ડ્રોમ (GBS) નામના જીવલેણ રોગના શંકાસ્પદ 3 કેસો બોરસદ તાલુકાના નિસરાયા ગામમાં જોવા મળ્યા હતા. જેમાં ત્રણેય યુવાનોને કરમસદ અને વડોદરા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં શુક્રવારે બપોરે કરમસદ ખાતે દાખલ દર્દીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જેને પગલે સમગ્ર ગામમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ છે.


3 યુવકોમાં GBSના લક્ષણો જોવા મળ્યાનીસરાયા ગામમાં કુવાવાળા ફળીયામાં રહેતા 26 વર્ષીય શનિકુમાર મહેશભાઈ રાજ, 18 વર્ષીય યુવરાજસિંહ હસમુખસિંહ રાજ અને નજીકના ફળિયામાં રહેતા 19 વર્ષીય આદિત્યભાઈ જીતેન્દ્રભાઈ રાજને જીવલેણ બીમારી GBSના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા હતા. ત્રણેય નવયુવાનો ત્રણ દિવસ દરમિયાન એક બાદ એક બીમારીમાં સપડાયા હતા. જેઓને પરિવારજનો દ્વારા પ્રથમ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તમામનો રિપોર્ટ કઢાવીને સારવાર શરૂ કરવામાં આવી હતી.

પરંતુ ત્રણેયને કોઈ ફાયદો ના થતા અને વધુ તબિયત લથડતા શનિકુમાર રાજ અને યુવરાજ રાજને કરમસદની શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં જયારે આદિત્ય રાજને વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારે કરમસદની હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા શનિકુમાર રાજની શુક્રવારે તબિયત વધુ લથડી હતી અને સારવાર દરમિયાન જ બપોરે 3 વાગ્યે મોત નીપજ્યું હતું.


બે યુવકોની હાલત નાજુકગામના બે યુવાનો હજુ પણ આ શંકાસ્પદ બીમારીમાં સપડાયેલા છે અને તેઓને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે પરંતુ તેઓની હાલત પણ નાજુક હોવાનું જાણવા મળેલ છે. ત્યારે હાલ તો ગ્રામજનોમાં શંકાસ્પદ બીમારીને લઇ ફફડાટ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃ Several countries have sanctions on russia: રશિયા પર આ દેશો મૂક્યો પ્રતિબંધ, જાણો કયા દેશે અને શેના પર મુક્યો પ્રતિબંધ- વાંચો વિગત


ચેપી રોગ ના હોય ગ્રામજનોએ ગભરાવવાની જરૂર નથીબોરસદ તાલુકાના નીસરાયા ગામમાં GBS નામની શંકાસ્પદ બીમારીના કેસ જોવા મળ્યા છે પરંતુ આ બીમારી ચેપ રોગ નથી જેને લઇ તેનાથી ગ્રામજનોએ ગભરાવવાની કોઈ જરૂર નથી. નોંધનીય છે કે, આ રોગમાં દર્દીના શ્વાસોશ્વાસની પ્રક્રિયા અને શરીરની નર્વસ સિસ્ટમ પર અસર કરે છે. જેને લઈને શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને પગમાં અશક્તિ આવે છે.

મોટાભાગના કિસ્સાઓમાં પગમાં લકવો થઈ જાય છે તેવા લક્ષણો જોવા મળે છે પરંતુ નીસરાયામાં ત્રણેવ યુવાનોમાં અલગ અલગ લક્ષણ જોવા મળ્યા હતા જેમાં કમજોરી,આંખે અંધારા આવવા,ડબ્બલ ચિત્ર દેખાવવું,બીપી લો થવું,અડધા શરીરનું કામ કરવું બંધ થઇ જવું,ઉલ્ટી થવી અને ગળામાં અસહ્ય દુઃખાવો થવાના લક્ષણો દેખાયા હતા.- એમ.ટી. છારી, આરોગ્ય અધિકારી. આણંદ તંત્ર દ્વારા સરવે હાથ ધરાયોઆરોગ્યની ટીમ દ્વારા ગામમાં 4 ટીમો બનાવીને તમામ ફળીયામાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં 387 ઘરોમાં સર્વે કરીને 1986 વ્યક્તિઓની તપાસ કરવામાં આવી હતી. જેમાં એક પણ વ્યક્તિને કોઈ જ લક્ષણ જોવા મળ્યા નથી. જયારે ગામના 7 જેટલા ઘરોમાં પોરા મળી આવ્યા હતા. જેને લઈ સફાઈ કરાવવામાં આવી હતી.


5 દિવસની સારવારમાં છ લાખનો ખર્ચો થયોબોરસદ તાલુકાના નીસરાયા ગામના કુવાવાળા ફળીયામાં રહેતા અને અલારસા મુરલીધર હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા 18 વર્ષીય યુવરાજસિંહ રાજના ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ના હોઈ અને સાથી વિદ્યાર્થી અચાનક જીવલેણ અને ખર્ચાળ બીમારીમાં સપડાતા અલારસા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ યુવરાજની મદદે આવ્યા હતા અને તેઓએ યુવરાજના સારવાર ખર્ચ માટે હાઈસ્કૂલમાં દાનની અપીલ કરી હતી. નોંધનીય છે કે, અત્યાર સુધીમાં પાંચ દિવસની સારવારમાં 6 લાખ જેટલો ખર્ચ થયો હોવાનું તેના પિતા મહેશભાઈએ જણાવ્યું હતું.

Gujarati banner 01