Pakistan imran rally

Violent protests against the army in Pakistan: પાકિસ્તાનમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ, ઈમરાન સમર્થકોનું સરકાર અને સેના વિરુદ્ધ હિંસક પ્રદર્શન

Violent protests against the army in Pakistan: ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના જનરલ સેક્રેટરી અસદ ઉમરે કહ્યું કે, ઈમરાન આ હુમલાથી ડરતા નથી. જ્યાં સુધી મધ્યસત્ર ચૂંટણીની તેમની માંગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે.

પાકિસ્તાન, 05 નવેમ્બર: Violent protests against the army in Pakistan: પાકિસ્તાનમાં ગૃહયુદ્ધની સ્થિતિ સર્જાઈ છે. પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના સમર્થકોએ શુક્રવારે દેશભરમાં સરકાર અને સેના વિરુદ્ધ હિંસક દેખાવો કર્યા હતા. વજીરાબાદમાં પોલીસ કાર્યવાહીમાં એક પ્રદર્શનકારીનું મોત થયું હતું જ્યારે 14 ઈજાગ્રસ્ત થયા હતા. સિંધ, પંજાબ અને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ઈમરાનને જબરદસ્ત સમર્થન મળી રહ્યું છે અને આ પ્રાંતોમાં સ્થિતિ તંગ બની ગઈ છે. લાહોર, ફૈઝાબાદ, ફૈસલાબાદ સહિત ઘણા શહેરોમાં ઈમરાન સમર્થકોએ પોલીસકર્મીઓ પર ટાયરો સળગાવ્યા અને પથ્થરમારો કર્યો, જેના જવાબમાં પોલીસે પહેલા પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના શેલ છોડ્યા અને બાદમાં ઘણી જગ્યાએ ગોળીબાર કર્યો.

ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના જનરલ સેક્રેટરી અસદ ઉમરે કહ્યું કે, ઈમરાન આ હુમલાથી ડરતા નથી. જ્યાં સુધી મધ્યસત્ર ચૂંટણીની તેમની માંગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે. ગુરુવારે પંજાબના વજીરાબાદમાં એક માર્ચ દરમિયાન એક બંદૂકધારીએ ખાનને પગમાં ગોળી મારી હતી. જેના કારણે તેમના સમર્થકો નારાજ થયા છે.

આ પણ વાંચોManish Sisodia’s PA arrested: દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાના પીએની (PA) ધરપકડ થઇ, આપનો બીજેપી પર પ્રહાર

ગૃહમંત્રીએ આ હુમલાને ગણાવ્યો ધાર્મિક ઉગ્રવાદ 

પાકિસ્તાનના ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહે ઈમરાન પરના હુમલાને ધાર્મિક ઉગ્રવાદ ગણાવ્યો અને કહ્યું કે તેમની પાર્ટી ખાનને દુશ્મન નહીં પરંતુ રાજકીય હરીફ માને છે. આ સાથે, તેમણે પંજાબ સરકારને આ મામલાની સંયુક્ત તપાસ માટે એક ટીમ બનાવવાનો પ્રસ્તાવ પણ આપ્યો, સાથે જ તપાસમાં સંઘીય સરકાર દ્વારા સંપૂર્ણ મદદ કરવામાં આવશે.
વધુ બે આરોપીની ધરપકડઃ લાહોર પોલીસે જણાવ્યું કે, ઈમરાન પર હુમલાના સંબંધમાં વધુ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આમાં હુમલાખોરને બંદૂક અને ગોળીઓ પૂરા પાડનારા લોકોનો સમાવેશ થાય છે.

હુમલાખોરનું નિવેદન લીક કરવા બદલ પોલીસકર્મીને સસ્પેન્ડ

પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી ચૌધરી પરવેઝ ઈલાહીએ ઈમરાન પર હુમલાના આરોપીનું નિવેદન સાર્વજનિક કરવા બદલ એક વરિષ્ઠ પોલીસ અધિકારી સહિત અનેક કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે.

Gujarati banner 01