World oldest woman passed away

World oldest woman passed away: દુનિયાની સૌથી ઉંમર લાયક મહિલાનું થયું નિધન, વાંચો…

World oldest woman passed away: દુનિયાની સૌથી ઉંમરલાયક મહિલા લ્યૂસિલ રેંડનનું 118 વર્ષની ઉંમરે થયું નિધન

નવી દિલ્હી, 18 જાન્યુઆરી: World oldest woman passed away: દુનિયાની સૌથી વૃદ્ધ વ્યક્તિ ફ્રાંસીસી નન લ્યૂસિસ રેંડનનું નિધન થઈ ગયું છે. દુનિયાની સૌથી ઉંમરલાયક મહિલા લ્યૂસિલ રેંડનનું 118 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ છે. રેંડનને સિસ્ટર આંદ્રેના નામથી ઓળખવામાં આવે છે. જાણકારી અનુસાર, રેંડનનો જન્મ 11 ફેબ્રુઆરી 1904ના રોજ દક્ષિણી ફ્રાન્સમાં થયો હતો.

રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર, એક પ્રવક્તા ડેવિડ તાવેલ્લાએ કહ્યું કે, દુનિયાની સૌથી વૃદ્ધ વ્યક્તિ ફ્રાંસીસી નન લ્યૂસિસ રેંડનનું નિધન થઈ ગયું છે. પ્રવક્તાએ કહ્યું કે, ટોલનમાં તેમના નર્સિંગ હોમમાં ઊંઘમાં તેમનું મૃત્યુ થઈ ગયું છે. સેન્ટ કૈથરીન-લેબૌરી નર્સિંગ હોમના પ્રવક્તા તવેલ્લાએ કહ્યું કે, આ અત્યંત દુ:ખદ છે. પણ રેંડનની આ ઈચ્છા હતી કે, તે પોતાના પ્રેમાળ ભાઈને મળે. તેમના માટે આ એક પ્રકારની મુક્તિ છે.

જાપાનની કેન તનાકાનું ગત વર્ષે 119 વર્ષની વયે નિધન થઈ ગયું હતું. ત્યાર બાદ રેંડન સૌથી ઉંમરલાયક હતી. રેંડનનો જન્મ ત્યારે થયો હતો, જ્યારે ન્યૂયોર્કે પોતાનો સૌથી પ્રથમ સબવે ખોલ્યો હતો અને જ્યૂર ટૂર ડી ફ્રાંસનું ફક્ત એક વાર મંચન થયું હતું.

રેંડને 1944માં 40 વર્ષની ઉંમરે એક કોન્વેંટમાં એન્ટ્રી પહેલા એક ગવર્નર અને ટ્યૂટર તરીકે કામ કર્યું હતું. તે 1979થી નર્સિંગ હોમમાં અને 2009થી ટૂલોન હોમમાં હતી. હાલમાં જ રેંડને કહ્યું હતું કે, લોકો કહે છે કે, કામ મારી નાખે છે, પણ મારા માટે કામે મને જીવતી રાખી છે. હું 108 વર્ષની ઉંમર સુધી કામ કરતી રહી. લ્યૂસિલ રેંડન 2021માં કોવિડ પોઝિટિવ થઈ હતી, તેમ છતાં પણ તે બચી ગઈ. જે દુનિયાભરના લોકો માટે આશાનું પ્રતિક બની ગઈ હતી.

આ પણ વાંચો: Weight Loss Tips: આ સફેદ દાણાની મદદથી ઘટશે વજન, જાણો કેવી રીતે ઉપયોગ કરી શકો છો

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો