youngest grandmother

youngest grandmother: 30 વર્ષની ઉંમરમાં જ આ મહિલા બની ગઈ નાની, વાંચો દુનિયાની સૌથી યંગ નાની વિશે

youngest grandmother: બ્રિટનમાં એક મહિલા માત્ર 30 વર્ષની ઉંમરમાં જ નાની બની ગઈ છે અને તેને સૌથી યંગ નાની તરીકે ઓળખ મળી છે.

અમદાવાદ, 23 માર્ચ: youngest grandmother: બ્રિટનમાં 30 વર્ષની એક મહિના નાની બની ગઈ છે. તેને બ્રિટનની સૌથી ઓછી વયની નાની કહેવામાં આવી રહી છે. 2018માં તેની દીકરીએ એક બાળકને જન્મ આપ્યો હતો. ત્યાં જ, બાળકને જન્મ આપતી સમયે તેની દીકરી સ્કાઈ સાલ્ટર માત્ર 14 વર્ષની હતી. વેલ્ટ લંડનમાં રહેતી કેલીએ જણાવ્યું કે, મારા મિત્રોને એવું લાગે છે કે આ એક સારી બાબત છે પરંતુ મને એવું લાગે છે કે આટલી ઓછી વયે નાની થવું યોગ્ય નથી.

કેલીની દીકરી સ્કાઈ પોતાની સાવકી માતા અને પિતા સાથે વેસ્ટ લંડનના ક્રાફોર્ડમાં રહેતી હતી. 2018માં સ્કાઈને જાણ થઈ કે તે પ્રેગ્નેન્ટ છે. તે પછી આઇસલવર્થના વેસ્ટ મેડિલસેક્સ હોસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવી. (youngest grandmother) જ્યાં ડોક્ટરોએ અલ્ટ્રાસાઉન્ટ ચેક કર્યો. ડોક્ટરોએ જણાવ્યું કે તેની પ્રેગ્નેન્સીના 36 અઠવાડિયા થઈ ગયા છે.

તેણે ટેસ્ટ કરાવ્યાં પહેલાં પ્રેગ્નેન્સીથી બચવા માટે Contraceptive implant ઇન્સ્ટોલ કરાવવા માટે એપોઇન્ટમેન્ટ લીધી હતી. પરંતુ ડોક્ટરોએ અબોર્શન કરાવવાની ના પાડી દીધી કેમ કે પ્રેગ્નેન્સીને ઘણો વધારે સમય પસાર થઈ ગયો હતો. આ વાત સાંભળીને સ્કાઈ આશ્ચર્ય પામી હતી.

સ્કાઈના જણાવ્યા પ્રમાણે તે આશ્ચર્ય પામી હતી. (youngest grandmother) પરંતુ જ્યારે તેને તેના દીકરાની હાર્ટબીટ સ્ક્રીન ઉપર જોઈ ત્યારે તે ઇમોશનલ થઈ ગઈ હતી. ત્યાં જ, ધ સન સાથે વાતચીત દરમિયાન કેલીએ કહ્યું, મેં ક્યારેય એવી આશા રાખી ન હતી કે હું આટલી જલ્દી નાની બની જઈશ. પરંતુ હવે આ બધી બાબતોને લઈને સ્કાઈ ઉપર ગુસ્સો કરવાનો કોઈ અર્થ નથી. જે થવાનું હતું તે થઈ ગયું છે.

youngest grandmother

નાની વયે માતા બનાવાથી બાળકના પ્રી-મેચ્યોર થવાની શક્યતાઓ પણ વધી જાય છે. સાથે જ બાળકનું વજન પણ ઘટી શકે છે. જેના કારણે બાળકના શારીરિક અને માનસિક વિકાસ ઉપર પણ અસર પડી શકે છે. અનેક મામલે એવું જાણવા મળ્યું છે કે નાની ઉંમરે માતા બનવાથી બાળકનો માનસિક વિકાસ સંપૂર્ણ રીતે પ્રભાવિત થાય છે. નાની ઉંમરે માતા બનવાથી અનેકવાર કરિયર ગ્રોથ ઉપર અસર પડી શકે છે જેના કારણે માતા સ્ટ્રેસમાં રહી શકે છે.

બાળકના માનસિક વિકાસ ઉપર અસર પડે છે. ટીનએજમાં માતા બનવાથી બાળકના શારીરિક અને માનસિક વિકાસ ઉપર અસર પડે છે અને બાળક મોટાભાગે માનિસક રીતે વિકૃત પેદા થાય છે. આ બધા સાથે જ થનાર માતાએ અનેક સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

વર્ષ 2017માં ભારતમાં લગભગ 12 કરોડ અર્લી એજ પ્રેગ્નેન્સીનું અનુમાન છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-4 પ્રમાણે, સર્વેક્ષણ સમયે 15-19 વર્ષની ઉંમરની લગભગ 8 ટકા મહિલાઓ પહેલાંથી જ માતા કે પ્રેગ્નેન્ટ હતી, શહેરની સરખામણીએ ગામીણ ક્ષેત્રોમાં આ આંકડો લગભગ 9 ટકા હતો.

આ પણ વાંચો..Pushkar Singh Dhami: ઉત્તરાખંડના 12મા CM બન્યા પુષ્કર સિંહ ધામી શપથ લેતા જ બનાવ્યો આ રેકાર્ડ- વાંચો સંપૂર્ણ વિગત

Gujarati banner 01