Victoria Nuland meets Foreign Secretary Harshvardhan Sringala in New Delhi: યુએસ ડિપ્લોમેટ વિક્ટોરિયા નૂલેન્ડ વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા સાથે દિલ્હીમાં મુલાકાત કરી

નવી દિલ્હી, 23 માર્ચ: Victoria Nuland meets Foreign Secretary Harshvardhan Sringala in New Delhi: રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લાં 27 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. ભારતનું વલણ હજુ સુધી આ મામલે તટસ્થ રહ્યું છે. ભારતે બંને દેશને વાતચીતથી આ સમસ્યાનું સમાધાન લાવવાનું કહ્યું, પરંતુ કોઈ એક પક્ષને ખોટો નથી ગણાવ્યો કે તેની નિંદા નથી કરી. ભારતના આ વલણથી અમેરિકા પરેશાન છે.

જો બાઇડેન એડમિનિસ્ટ્રેશનના એક ટોપ ડિપ્લોમેટ વિક્ટોરિયા નૂલેન્ડ સોમવારે નવી દિલ્હીમાં વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા સાથે મુલાકાત કરી. સંયુક્ત રાષ્ટ્રમાં રશિયા વિરૂદ્ધ પ્રસ્તાવ પર વોટિંગ દરમિયાન ભારત સહિત કેટલાંક દેશ ગેરહાજર રહ્યાં હતા. રશિયા સાથેના નજીકના સંબંધોને કારણે ભારત સરકારે હજુ સુધી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સરકાર વિરૂદ્ધ કોઈ પણ પ્રકારનું નિવેદન આપ્યું નથી.

આ પણ વાંચો..youngest grandmother: 30 વર્ષની ઉંમરમાં જ બની ગઈ નાની; તેને સૌથી યંગ નાની તરીકે ઓળખ મળી છે.

Victoria Nuland meets Foreign Secretary Harshvardhan Sringala in New Delhi: વિક્ટોરિયા નૂલેન્ડ અમેરિકી વિદેશ વિભાગમાં અંડર સેક્રેટરી છે. તેઓ પોતાની ટીમની સાથે ભારત, શ્રીલંકા અને બાંગ્લાદેશની મુલાકાતે છે. આ ત્રણેય દેશ UNમાં રશિયા વિરૂદ્ધ લાવવામાં આવેલા નિંદા પ્રસ્તાવ દરમિયાન થયેલી વોટિંગમાં સામેલ થયા ન હતા. માનવામાં આવે છે કે નૂલેન્ડ વિદેશ મંત્રી એસ જયશંકર સાથે પણ મુલાકાત કરી શકે છે.

અમેરિકા જાણે છે કે ભારત અને રશિયા વચ્ચે ઐતિહાસિક અને ઘણાં નજીકના સંબંધ છે. ભારતીય સેનાની પાસે સૌથી વધુ હથિયાર પણ રશિયન બનાવટના જ છે. હાલમાં જ દુનિયાના અનેક દેશોએ રશિયા પર આર્થિક પ્રતિબંધો મૂક્યા છે. તેમ છતાં ભારત સરકારે રશિયાથી ઓઈલ ખરીદવાની ડીલને મંજૂરી આપી છે.

Gujarati banner 01