તબલીગી જમાત(tablighi jamaat)ના 51 મહેમાનોનો સ્વીકાર્યુ કોરોના પ્રસારનો અપરાધ, કોર્ટે ફટકારી સજા

tablighi jamaat

નવી દિલ્હી, 25 ફેબ્રુઆરીઃ લોકોનું માનવું છે કે ભારતમાં કોરોનાના કેસ વધવા પાછળ તબલીગી જમાત(tablighi jamaat) છે. તાજેતરમાં જ થાઇલેન્ડ, કિર્ગિસ્તાન, કજાકિસ્તાન અને બાંગ્લાદેશથી ઉત્તર પ્રદેશ પહોંચલા તબલીગી જમાતના વિદેશી મહેમાનોએ કોરોના ફેલાવવાના અપારધનો સ્વીકાર કર્યો છે. લખનઉની સાજેએમ કોર્ટે 51 આરોપીઓને જેલમાં વિતાવેલ અવધિ અને 1500 રુપિયાનો દંડ કર્યો છે.

આ તમામ લોકો પર કોવિડ-19 મહામારી અને લોકડાઉન દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકારની ગાઇડલાઇનનો ઉલ્લંઘન કરવાનો આરોપ હતો. જેની સાથે જ ટૂરિસ્ટ વીઝા પર મસ્જિદોમાં ફરી ફરીને તબલીગી જમાતમાં સામેલ થવાનો આરોપ પણ છે. આરોપીઓ સામે બહરાઇચ, સીતીપુર, ભદોહી અને લખનઉમાં કેસ નોંધવામાં આવ્યા હતા.

Whatsapp Join Banner Guj

આ તરફ દિલ્હીની એક અદાલતે તબલીગી જમાતના સભ્યોના પાસપોર્ટ પરત આપવાનો આદેશ પ્યો છે. કોર્ટે આ તમામને નિજામુદ્દિન મરકજ મામલે છોડી મુક્યા છે. ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર 2020માં નિજામુદ્દિન મરકજ સાથે જોડાયેલ 35 વિદેશી જમાતિઓને સાકેત કોર્ટે છોડી મુક્યા છે. આ તમામ આરોપો પર કોરોના મહામારી એક્ટના ઉલ્લંઘન કરવાનો આરોપ હતો.

ઉલ્લેખનીય છે કે, આ પહેલી વખત નથી કે જ્યારે જમાતીઓને કોર્ટે છોડી મુક્યા હોય. આ પહેલા પણ સેંકડો જમાતિઓને કોર્ટે છોડી મુક્યા છે. આ જમાતિઓ છુટ્યા બાદ પોતાના દેશ પરત ફર્યા છે. માર્ચના મહિનામાં જમાતિઓ પર ચાર્ટેડ પ્લેનથી ભારત છોડવાનો આરોપ લાગ્યો છે.

આ પણ વાંચો…

સરકારની ચિંતામાં વધારો, રાજ્યમાં કોરોના વાયરસ(coronavirus)ના કેસોમાં વધારો યથાવત્, નવા 380 કેસો નોંધાયા