Omicron test: ઓમિક્રોન માટે કેવી રીતે થાય છે ટેસ્ટ, શું છે લક્ષણો વિશે?

Omicron test: ઓમિક્રૉનની સાથે આ સારી વાત છે કે આની તપાસ કેટલાક આરટી-પીસીઆર ટેસ્ટ થી થઈ શકે છે

હેલ્થ ડેસ્ક, 05 ડિસેમ્બરઃ Omicron test: સૌપ્રથમ દક્ષિણ આફ્રિકામાંથી મળી આવેલા કોરોના વાઇરસના વૅરિયન્ટને વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન દ્વારા ‘ઓમિક્રૉન’ નામ આપવામાં આવ્યું છે. આ વૅરિયન્ટનું વૈજ્ઞાનિક નામ B.1.1.529 છે.

ઓમિક્રોન ડેલ્ટા વેરિયંટ કરતા 6 ગણુ વધારે શક્તિશાળી છે. ઓમિક્રોનના અત્યાર સુધી 50 મ્યુટેશન થઈ ગયા છે. ઓમિક્રોન પર મોનોક્લોનલ એંટીબૉડી થેરપી પણ બેઅસર થઈ રહી છે.

કેવી રીતે જાણશો કે વ્યક્તિ ઓમિક્રોન સંક્રમિત છે?
ઓમિક્રૉનની સાથે આ સારી વાત છે કે આની તપાસ કેટલાક આરટી-પીસીઆર ટેસ્ટ(Omicron test) થી થઈ શકે છે. આ વાત ઓમિક્રૉનની તપાસ તથા તેને ફેલતો રોકવામાં મદદ મળશે. કેટલાક અન્ય વૅરિયન્ટની તપાસ માટે જેનેટિક સિક્વેન્સની મદદ લેવી પડે છે.

વૅરિયન્ટનાં લક્ષણો અન્ય વૅરિયન્ટ કરતાં અલગ છે?
  • જો વ્યક્તિ ઓમિક્રૉનથી સંક્રમિત હશે તો સ્પાઇક પ્રોટીન ક્ષેત્રમાં નૅગેટિવ મળશે.આ સમયે દુનિયામાં સંક્રમણના નવા કેસમાં 99 ટકા કેસમાં ડેલ્ટ વૅરિયન્ટ જોવા મળે છે. ડેલ્ટા વૅરિયન્ટમાં આ કમી નથી દેખાતી. અને થર્મો ફિશર પીસીઆર ટેસ્ટમાં ત્રણ ક્ષેત્રોમાં પૉઝિટિવ સંકેત મળે છે.
  • એવામાં જો ટેસ્ટ દરમિયાન ત્રણ ક્ષેત્રોમાં પૉઝિટિવ સંકેત મળે છે તો તેના ડેલ્ટા વૅરિયન્ટ હોવાની સંભાવના છે.
  • આરટીપીસીઆર ટેસ્ટમાં ઓમિક્રૉન વૅરિયન્ટ પકડાઈ જાય છે?વૈજ્ઞાનિકો માને છે કે આરટીપીસીઆર ટેસ્ટથી માત્ર એ જાણી શકાય કે કોઈ વ્યક્તિ કોરોના સંક્રમિત છે કે નહીં.
  • વૅરિયન્ટનો પ્રકાર જાણવા માટે જિનોમ સિક્વન્સિંગ ટેસ્ટ જરૂરી બને છે, પરંતુ તમામ નમૂનાઓને જિનોમ સિક્વન્સિંગ માટે મોકલી ન શકાય. આ ધીમી, જટિલ અને મોંઘી પ્રક્રિયા છે; રૅપિડ ટેસ્ટમાં પણ વૅરિયન્ટનો પ્રકાર જાણી શકાતો નથી.
Omicron ઓમિક્રોન થી બચવાના ઉપાય

ઓમિક્રૉનનાં લક્ષણો શું છે?ઓમિક્રોનના લક્ષણ વિશે WHOનું કહેવું છે કે અત્યાર સુધી કોઈ પ્રકારના ખાસ લક્ષણ સામે નથી આવ્યા, પરંતુ સાઉથ આફ્રિકાના ડૉ. એન્જેલિક કોએટ્જી જેને સૌથી પહેલા COVID-19 ઓમાઈક્રોન વેરિઅન્ટનો રિપોર્ટ કર્યો હતો. તેમના અનુસાર, ઓમિક્રોનના “અસમાન્ય પરંતુ હળવા” લક્ષણ જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચોઃ Opposition parties against BJP: રાજકીય ભમરડાની ધરી બનવાની ખેંચતાણ !

ડૉ. એન્જેલિક કોએટ્જીના જણાવ્યા પ્રમાણે, ઓમિક્રોનના લક્ષણ ડેલ્ટા કરતા અલગ છે. કોરોનાના બીજા વેરિઅન્ટથી ઈન્ફેક્ટ થવા પર સ્વાદ અને સુંઘવાની ક્ષમતા પર અસર પડતી હતી, પરંતુ ઓમિક્રોનના દર્દીઓમાં આ લક્ષણ નથી જોવા મળી રહ્યા. સાથે ગળામાં દુખાવો તો રહે છે પરંતુ કફની ફરિયાદ જોવા નથી મળી.

ઓમિક્રોનના લક્ષણો
  • થાક લાગવી.
  • હળવુ તાવ આવવું
  • ગળામાં દુખાવો
  • માથામાં દુખાવો
  • સ્નાયુઓમા દુખાવો

ઓમિક્રોન ફેલાવતા રોકવવા માટે આ બાબતોનો ધ્યાન રાખવું

  • વેક્સિનના બન્ને ડોઝ લેવા- માસ્ક પહેરીને જ બહાર જવું.
  • રેગ્યુલર હાથ ધોવા- સોશિયલ ડિસ્ટેંસિંગનો પાલન કરવું.
  • ભીડવાળી જગ્યા પર જવાનુ ટાળવું.
Whatsapp Join Banner Guj