Naman munshi image 600x337 1

Opposition parties against BJP: રાજકીય ભમરડાની ધરી બનવાની ખેંચતાણ !

Opposition parties against BJP: આજે આખો કોંગ્રેસ પક્ષ સોનિયા, રાહુલ અને પ્રિયંકાની અલગ અલગ નેતાગીરીમાં ગૂંચવાઈ ગયો છે. ક્યારેક હિંદુ તો ક્યારેક મુસ્લિમ તો ક્યારેક હિંદુ-મુસ્લિમ બંનેને ખુશ કરવાના પ્રયત્નમાં રહેતી નેતાગીરી મમતાને સામે ચાલીને માથે બેસાડી દે તો નવાઈ નહિ.

Opposition parties against BJP: હાલમાં મહારાષ્ટ્રમાં શરદ પવારને મળવા આવેલા ટીએમસી ચીફ મમતા બેનર્જીએ કહ્યું કે હવે યુપીએ જેવું કાંઈ ૨હ્યું નથી. બીજી ત૨ફ કોંગ્રેસનાં જન૨લ સેક્રેટરી વેણુ ગોપાલે જણાવેલ કે, કોંગ્રેસનાં સાથ વિના ભાજપને હરાવવું મુશ્કેલ છે.

યુનાઇટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ (UPA) એટલે કોંગ્રેસના નેતૃત્વમાં રાજકીય પક્ષોનું બનેલું ગઠબંધન. હકીકતમાં તો મમતાનો કહેવાનો અર્થ એ છે કે કોંગ્રેસ જેવું કાંઈ રહ્યું નથી, યુપીએ નહિ હોવાનો સીધો અર્થ કોંગ્રેસની કોઈ વેલ્યુ બચી ન હોવાનો જ થાય કેમ કે યુપીએનો ભમરડો કોંગ્રેસની ધરી પર જ આધારિત છે. 

મમતાનો ઉદ્દેશ અન્ય રાજકીય પક્ષોને કોંગ્રેસની ધરી છોડાવી, પોતાની ધરી પકડાવી તેમનો રાજકીય ભમરડો મોટો અને ફરતો રાખવાનો છે. પશ્ચિમ બંગાળમાં ભાજપને પછાડનાર મમતાને રાષ્ટ્રીય કક્ષાએ પોતાનું કદ ફરી વધારવાનો અભરખો જાગ્યો છે. એ માટે નવું ગઠબંધન કરવું અનિવાર્ય છે અને આ અનુસંધાને પહેલા દિલ્હી અને ત્યાંથી મુંબઈ જઈ જુદા-જુદા પક્ષોના નેતાઓને મળ્યા હતા. ૨૦૨૪ની લોકસભા ચૂંટણી આડે આમ તો અઢી વરસનો ગાળો છે પરંતુ મમતા શક્યતાઓ ચકાસી લેવા માંગે છે. શકયતાઓ કોઈ સીમા નથી હોતી.

United against BJP, divided over PM face: Opposition to decide on candidate  after 2019 Lok Sabha polls, says Congress leader | Latest News India -  Hindustan Times

યુપીએનો ભમરડો અત્યારના સમયે મૃતઃપાય હાલતમાં છે તેમાં કોઈ શંકા નથી અને આ માટેનો જશ કોંગ્રેસને ભાગે જ જાય છે. યુપીએની ધરી કોંગ્રેસ અને કોંગ્રેસની ધરી સોનિયા-રાહુલ-પ્રિયંકાના ત્રણ ભાગમાં વહેંચાઈને ઢીલી અને ધીમી પડી ગઈ છે તેથી આજે નહિ ને કાલે, યુપીએ સાથે જોડાયેલા પક્ષો નવો આધાર શોધવાના જ છે, મમતા એ સમય જોઈને સોગઠી મારી છે.

કોંગ્રેસની મુશ્કેલી એ છે કે તેઓ મમતા સામે હાકલા પડકારા પણ કરી શકે તેમ નથી. કોંગ્રેસનાં જન૨લ સેક્રેટરી વેણુ ગોપાલે ભલે કહ્યું કે “કોંગ્રેસનાં સાથ વિના ભાજપને હરાવવું મુશ્કેલ છે” પરંતુ કોંગ્રેસ પણ સારી રીતે જાણે છે કે આ બધાના સાથ વગર કોંગ્રેસ પોતે પણ ભાજપને હરાવી શકે તેમ નથી. અરે, કોંગ્રેસ ભાજપને તો શું આમ આદમી પાર્ટીને પણ પોતાના એકલાના દમ પર હરાવી શકે તેમ નથી. હકીકતમાં ભાજપની વિરુદ્ધમાં પડતા દરેક પક્ષો ભાજપના વિરોધીની સાથે, કોંગ્રેસના વિકલ્પ બનતા જાય છે. અને કોંગ્રેસની નબળી નેતાગીરી આ જોઈને હરખાઈને તાબોટા પાડતી નજરે પડે છે. પશ્ચિમ બંગાળ હોય કે અન્ય રાજ્યોની નાની-મોટી ચૂંટણી, કોંગ્રેસે પોતાની સ્થિતિ પર દુઃખ કે અફસોસ કરવાને બદલે, ભાજપની હારમાં જ ખુશ થવાનું વધારે પસંદ કર્યું છે. આજે યુપીમાં અખિલેશ કે માયાવતી સુધ્ધાં કોંગ્રેસનો ભાવ નથી પૂછતાં.

શાણા અને સમજદાર લોકો સુવ્વર જોડે લડતા નથી કેમ તેની સાથે લડવા તમારે ગંદકીમાં ઉતરવું પડે છે. કોંગ્રેસે આ જ ભૂલ કરી છે, ટીએમસી, સપા, બસપા કે આપ જેવી પાર્ટીઓ તો ઠીક નાના નાના પક્ષોને પણ મહત્વ આપતા પોતાની વિચારધારા અને નીતિ સતત બદલ્યા જ કરી છે. આજે આખો કોંગ્રેસ પક્ષ સોનિયા, રાહુલ અને પ્રિયંકાની અલગ અલગ નેતાગીરીમાં ગૂંચવાઈ ગયો છે. ક્યારેક હિંદુ તો ક્યારેક મુસ્લિમ તો ક્યારેક હિંદુ-મુસ્લિમ બંનેને ખુશ કરવાના પ્રયત્નમાં રહેતી નેતાગીરી મમતાને સામે ચાલીને માથે બેસાડી દે તો નવાઈ નહિ.

ભાજપ સામે પડકાર ઉભો કરવા મમતા દરેક પક્ષોને સાથે આવવાનું આવ્હાન કરે છે પરંતુ તેમના પોતાના નેતૃત્વ હેઠળ એટલે કે આડકતરી રીતે હું જ નેતા બીજા બધા મારા ચેલા. આ લોકોને દેશ કે પ્રજાની કોઈ જ પડી નથી, તેમની મહત્વકાંક્ષા સંતોષાવી જોઈએ, તેમની અને તેમની મહત્વાકાંક્ષા આડે મોદી-ભાજપ જ છે. દેશ કે પ્રજાનું જે થવાનું તે થાય, અમારો ભમરડો ફરતો રહેવો જોઈએ.

Whatsapp Join Banner Guj