jitu vaghani

Transfer of primaryTeachers in gujarat : ગુજરાતમાં પ્રાથમિક શિક્ષકોની બદલીને લઈ મોટી જાહેરાત, જાણો શું કહ્યું રાજ્ય શિક્ષામંત્રીએ?

Transfer of primaryTeachers in gujarat: રાજ્ય સરકાર દ્વારા  શિક્ષકોની બદલી કેમ્પની તારીખ જાહેર કરવામાં આવી

ગાંધીનગર, 16 ઓક્ટોબરઃ Transfer of primaryTeachers in gujarat: શિક્ષકો માટે દિવાળી પહેલા સારા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા  શિક્ષકોની બદલી કેમ્પની તારીખ જાહેર કરવામાં આવી છે. રાજ્યના શિક્ષકો માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. શિક્ષકોની અરસ પરસ બદલીના કેમ્પની તારીખો જાહેર કરવામાં આવી છે. 

જિલ્લા આંતરીક બદલી 20-10-2022થી 29-10-22 સુધી યોજાશે. તો ઓનલાઈન બદલીનો પ્રથમ તબક્કો 20-11-2022એ યોજાશે. જ્યારે ઓનલાઈન બદલીનો બીજો તબક્કો 23-11-22થી થશે. તો જિલ્લા ફેર બદલી કેમ્પ 6-12-2022ના રોજ યોજાશે. રાજ્ય સરકાર દ્વારા મુખ્ય શિક્ષકના જિલ્લા અરસ-પરસ બદલીના હુકમો કરવા માટે પણ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં 31 માર્ચ 2022થી પાંચ વર્ષ પૂર્ણ કરેલ મુખ્ય શિક્ષકોની અરજી ધ્યાને લેવાનું જણાવવામાં આવ્યું છે. 

No description available.

આ પણ વાંચોઃ Diwali Special Train: વડોદરા અને હરિદ્વાર વચ્ચે દિવાળી સ્પેશિયલ ટ્રેન, વાંચો વિગત

શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, શિક્ષણ વિભાગના તા. 14/10/22ના ઠરાવથી સુધારા બદલી નિયમો પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. શિક્ષણ વિભાગના તા 1/4/22 અને 14/10/22 ના બદલી ઠરાવની જોગવાઈઓને આધીન પ્રાથમિક શિક્ષક, વિદ્યા સહાયકના વધ-ઘટ કેમ્પ, જિલ્લા આંતરીક અરસ-પરસ બદલી કેમ્પ, જિલ્લા આંતરીક ઓનલાઈન બદલી કેમ્પ અને જિલ્લા ફેરબદલી કેમ્પની તારીખો જાહેર કરવામાં આવી હતી.

No description available.

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા આ પહેલા 3 એપ્રિલના રોજ શિક્ષકોની જિલ્લાફેર બદલીને લઈ મોટી જાહેરાત કરવામાં આવી હતી, જેમાં શિક્ષકોની બદલીના નિયમમાં ફેરફાર કરવાનો નિર્ણય લઈ શિક્ષકોની બદલીની સમય મર્યાદા ઘટાડી 5 વર્ષ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Drugs- E cigarettes Found From school: અમદાવાદની એક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના ધો.11ના સ્ટુડન્ટ પાસેથી 2 લાખ રોકડા, ડ્રગ્સ અને ઇ-સિગારેટ મળી

Gujarati banner 01