1st april

April Fools: પહેલાં પહેલી એપ્રિલે મજાક કરતા અકારણ, હવે રોજેરોજ….

whatsapp banner
Banner Hasmukh Patel Harsh

પહેલાં પહેલી એપ્રિલે મજાક કરતા અકારણ,
હવે રોજેરોજ બીજાને છેતરવાનું ચાલે સકારણ.

મિત્રો ને અંગત નવા નવા નુસખાથી બની જતા,
જગ આખાની પ્રજા પર રોજ બનવાનું ભારણ .

જાણી જોઈને ખોટું બોલીને બધા કરતાં હેરાન
એકપણ નેતા સાચું બોલતો નથી એ છે તારણ.

હરિફાઈ ને ભાગદોડનો આજે ઝડપી જમાનો,
સાચું એપ્રિલફૂલ ભૂલાયું, દુ:ખનું નથી મારણ.

ખુશી મળતી, એપ્રિલફૂલ મજાકની થતી ‘પરખ’;
આજે બધા બને છે ‘હર્ષ’, નથી વેદનાનું ઠારણ.

આ પણ વાંચો:- Your Dream: “રોકશો નહીં” એ બે સરળ શબ્દો જે આપણા સપનાને પ્રાપ્ત કરવાના માર્ગ પર મહત્વ ધરાવે છે

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો