son father

Baap: મને મારા બાપના હોંસલા પર ખુમારી છે

“પિતા”(Baap)

Baap: કપરી ભીષણ ભીંસમાંથી જિંદગી ઉગારી છે,
એટલે જ મને મારા બાપના હોંસલા પર ખુમારી છે.
નજર તો હર હંમેશ મારી વ્હાલી મા એ જ ઉતારી છે,
મારી બધી જ તકલીફોને તો મારા બાપે જ નીવારી છે.
મારા સાવ ખાલીખમ ખિસ્સામાં મેં સ્મિતનો ખજાનો ભરી,
પળે પળ ડગલે પગલે જિંદગીને ખૂબ મઠારી છે.
આફત, મુશીબત, મૂંઝવણીની તો બીક જ ના બતાવ,
મારા બાપે કેટલીયે મૂર્તિઓ મારા દિલમાં કંડારી છે.
હરઘડી જવાબદારીના શ્વાસ સાથે જીવન જીવીને,
સુખ દુખની નાવ હરદમ હરખભેર હંકારી છે.

Change in Life: આજે જાણો “પરિવર્તન” એટલે શું? આ છે લેખિકા પૂજા પટેલના વિચારો

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *