Change in Life

Change in Life: આજે જાણો “પરિવર્તન” એટલે શું? આ છે લેખિકા પૂજા પટેલના વિચારો

“પરિવર્તન”(Change in Life)

Banner Puja Patel

Change in Life: આ દુનિયામાં એક જ વાત સતત છે અને તે છે પરિવર્તન! પરિવર્તન હંમેશા બધાનાં જીવનમાં આવતું જ રહેતું હોય છે. ચાહે તે સામેવાળી વ્યક્તિની ઈચ્છા હોય કે ન હોય! તેને આ વાત મનથી અથવા કમનથી સ્વીકારવી જ પડે છે.
તમે પણ પોતાની જાતને સમયાંતરે બદલતા જ રહો છો. તમે આજે જેવા છો તેવા ને તેવા જ વીસ દિવસ પછી નઈ હોવ અને તમે આજે જેવાં છો એવાં ગયાં અઠવાડિયે નહોતાં! તમારામાં તમારાં ભૂતકાળ કરતાં થોડાંક તો બદલાવ આવ્યાં જ હશે જે વાતથી તમે અજાણ હશો! તમને તે બદલાવ ઘણાં સમય પછી દેખાશે! જેનાં હું અહી ઉદાહરણ આપીશ;

  • ધારો કે તમને આજે કોઈક વસ્તુ નથી આવડતી તો તમે આજે એમ કહો છો કે,” હા મને આ વસ્તુ નથી આવડતી!” પણ આજથી પછીના એક અઠવાડિયા પછી તમે એમ નહીં કહો કે,” મને આ વસ્તુ નથી આવડતી!” જો તમે તે વસ્તુ શિખવાનું ચાલું કર્યું હોય! તમે તે વસ્તુ શીખવામાં રસ ધરાવતા હોય તો તમારી અંદર એક બદલાવ આવવાની શરૂઆત થઈ ચૂકી હોય છે. એ વાતના એક કે બે દિવસ પછી તમે એટલું જ કહેશો કે,” હું આ વસ્તુ અત્યારે શીખી રહ્યો છું અથવા તો શીખી રહી છું”. ત્યારબાદ તેના દસેક દિવસ પછી તમને તે વસ્તુ કે જે તમને પેલા નહોતી આવડતી તે થોડીક તો આવડી જ ગઈ હશે અને તેનાં એક મહિના બાદ તમે જ જાતે કહેશો,” મને પેલા આ વસ્તુ નહોતી આવડતી, હવે આવડે છે!” એનાથી ઊલટું, જો તમે તે વસ્તુ શીખવા માટે સમય નથી કાઢી શકતાં અથવા તમને તે વસ્તુ શીખવા માટે રસ જ નથી તો તમે હંમેશા તે વસ્તુ માટે એમ જ કહેશો કે,” મને આ વસ્તુ આવડતી જ નથી અને મારે તેને શીખવી પણ નથી!”
  • તમારામાં રોજિંદા જીવનમાં તમે કંઇક ને કંઇક નવું શીખી રહ્યાં હોય તો તમે રોજરોજ તમને બદલવાની કોશિશ કરી રહ્યાં છો તેમ કહી શકાય! ઉદાહરણ તરીકે, કોઈ વ્યસની વ્યક્તિને તેની આદત છોડાવવા માટે તમે તેને મદદ કરવા માંગતા હોય તો તેનો એક જ ઉપાય હોય છે અને તે છે કે તમે તેને વધુમાં વધુ ૨૧ દિવસનો સમય આપો! તે વ્યક્તિ વ્યસમુક્તિ બાદ સામેથી જ કહેશે કે ,”પહેલાં મને આ વસ્તુનું વ્યસન હતું હવે નથી!” આ એવું પરિવર્તન છે કે જેની પર તે વ્યક્તિએ કામ કર્યું હોય છે. જે બદલાવ તે મનથી પોતાનામાં લાવવા માંગતો હોય છે અને તે લાવીને પણ બતાવે છે.

Rahat: “રાહત” બધાં માટે રાહતની વ્યાખ્યા અલગ અલગ હોઇ શકે…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *