kelly sikkema PgToaHfQjq0 unsplash

Childhood games: સમય બદલાયો તેમ તેમ બાળપણની રમતો અને બાળકોની રમતની પસંદગી પણ બદલાઇ ગઇ

Childhood games: આજે આપણે જોઈએ તો બાળક જન્મે ત્યારથી જ એને મોબાઈલ, ટીવી વગેરેની આદત પાડી દેવામાં આવે છે, અને આગળ જઈને બાળકોને એવી જ ટેવો પડે છે.

Childhood games: આજે નાનાં બાળકોને જોઊં છું, તો થોડા સમય માટે નજરો આગળ પોતાનું બાળપણ આવી જાય છે. બાળપણની પણ એક અલગ જ મઝા હતી. મિત્રો સાથે મળીને થતી એ ધમાચકડી, પાડોસમાં, ફળીયાં માં દરેક જગ્યાએ ઊધમ મચાવવાંની મઝાં કંઈક અલગ જ હતી. એમાય જો પાછું ઊનાળાનું વેકેશન હોય ત્યારે તો સવારે સૂર્યની પહેલી કિરણ નીકળતાની સાથે ઘરની બહાર મિત્રો સાથે ધમાચકડી કરવાં નીકળી પડતાં, ને બપોરે જમવાની વેળાએ ઘરનાં લોકો બૂમો પાડી પાડીને થાકી જાય ત્યારે જમવાં માટે ઘરે પાછાં આવવું. અને જમીને પાછા તરત જ રમવાં નીકળી પડવું. આખો દિવસ મિત્રો સાથે ક્રિકેટ, ગીલ્લીડંડા, સંતાકુકરી, ફૂલરેકેટ, પકડમપકડાઈ, રૂમાલદાવ, વગેરે જેવી રમતો રમ્યાં કરતાં. જ્યારે સાંજે સૂર્ય આથમતો ત્યારે પાછા ઘર તરફ ફરતાં. આપણું દરેકનું બાળપણ તો આજ બધી રમતો સાથે વીત્યું છે.

Banner Pooja

ધીરે ધીરે જેમ સમય બદલાયો અને ટેકનોલોજી નો જેમ જેમ વિકાસ થયો છે, તેમ તેમ બાળકોનાં જીવનમાં એ રમતનું (Childhood games) સ્થાન કોમ્પ્યૂટર, મોબાઈલ, ટેબલેટ, વીડિયોગેમ, વગેરે એ લઈ લીધું છે. આજે બાળકોએ રમતગમતનું માધ્યમ આ સાધનોને જ બનાવી દીધાં છે. ઘણાં લોકો તો પોતાનાં બાળકની મસ્તી, તોફાનથી કંટાળીને સામેથી બાળકોનાં હાથમાં વિડિયોગેમ, ટેબલેટ વગેરે પકડાવી દેતાં હોય છે. ખરેખર તો માતા-પિતાએ પોતે જ બાળકોની ઓળખાણ રમતગમત સાથે કરાવવી જોઈએ, પોતે પોતાના બાળપણમાં જે રમતો રમતા હતાં તે રમતા શીખવવું જોઈએ, નઈ કે સામે ચાલીને બાળકોના હાથમાં ઈલેક્ટ્રોનિક વિડિયોગેમ્સ પકડાવી જોઈએ.

આજે આપણે જોઈએ તો બાળક જન્મે ત્યારથી જ એને મોબાઈલ, ટીવી વગેરેની આદત પાડી દેવામાં આવે છે, અને આગળ જઈને બાળકોને એવી જ ટેવો પડે છે. તેમ જ બાળકોને ઘરની બહાર નીકળીને બીજા બાળકો સાથે રમવાંને બદલે ઘરમાં જ બેસીને વિડિયો ગેમ્સમાં ગેમ રમવું વધારે પસંદ કરે છે.

Whatsapp Join Banner Guj

બાળકો ટેકનોલોજી સાથે આગળ વધ્યાં છે, તો સાથે જ કોઈક સારીં તો કોઈક ખરાબ આદતો પણ પાડી છે. ટેકનોલોજી ધ્વારાં બાળકો દરેક પ્રવુત્તિ કરવામાં સક્ષમ નીવડે છે, પોતાનાં શૈક્ષણિક કાર્ય માટે કોમ્પ્યૂટર, મોબાઈલ વગેરેની મદદ લેય છે, તેનાં સિવાય પણ ઘણું બધું શીખે છે. બાળક આ બધી વસ્તુંઓ પાસેથી ફક્ત શીખતું જ નથી, પરંતુ તેના ધ્વારાં જીવનમાં આગળ પણ વધે છે. એટલું જ નહિ આજનાં બાળકો તો પોતાનાં માતા – પિતાને પણ ઘણું ઘણું શીખવે છે. માતા – પિતા જેટલું નઈ જાણતાં હોય એટલું કે કદાચ એનાથી પણ વધારે તેમનાં બાળકો જાણતાં, શીખતાં, સમજતાં અને સમજાવતાં હોય છે. બાળકોનાં બાળચિત્ત ઉપર આ બધી વસ્તુઓ ઘણી ઊડીં છાપ છોડે છે. જેના કારણે બાળકને તેનાં અમુક ફાયદાં તો અમુક ગેરફાયદાં પણ થતાં હોય છે.

Childhood games

બાળકો સમય જતાં (Childhood games) આ બધી વસ્તુનો ઊપયોગ હદથી વધારે કરતાં થાય છે, જેનાં કારણે તેમની આંખોને ઘણું નુકસાન થાય છે અને નાની ઊમરે જ તેઓને ચશ્માં પહેરવાનો વારો આવે છે. એટલું જ નહિ જેમ જેમ બાળકો મોટા થાય છે તેમ તેમ તેઓ અમુક ખરાબ વસ્તુઓ જોઈને તેને વસ થઈને અવળે રસ્તે ચઢી જાય છે, અને પોતાને જ નહિ પણ બીજા લોકોને પણ ઈજા પહોચાડે છે. આ સમય ઘણી વખત માતા – પિતાને પચતાવાનો પણ વારો આવે છે, કારણ કે તેમનાં બાળકો તેમના હાથ માંથી નીકળી ગયાં હોય છે અને ત્યાં સુધી ઘણું મોડું થઈ જાય છે.

આવું થતું અટકાવવાં માટે માતા – પિતાએ પહેલાંથી જ બાળકોનાં મનને સમજવાની જરૂર છે કે ક્યારે અને કેટલો ઊપયોગ આ બધી વસ્તુઓનો બાળકોએ કરવો જોઈએ. એનું બીજુ એક કારણ એ છે કે બાળકો જ્યારે એકલાં પડે છે ત્યારે જ આ બધી વસ્તુઓનો આશરો પોતાની એકલતાંને દૂર કરવાં માટે લેય છે. બાળકો વધુ પડતાં ઊગયોગ ના કારણે ગેરમાર્ગે દોરાઈ જતાં હોય છે, અને ઘણાં ન લેવાનાં પગલાં લઈ લેતાં હોય છે. જેનું પરિણામ ઘણી વખત તેમને ભવિષ્યમાં પણ ભોગવવું પડે છે.

ભવિષ્યમાં એવું કઈ નાં બને અને પોતાનું બાળક ગેરમાર્ગે નાં દોરાય તેની પૂર્ણ જવાબદારી માતા – પિતાની હોય છે તેથી જ તેમણે બાળપણ થી જ પોતાનાં બાળકોની મૈત્રી તેમનાં સમયની રમતગમત સાથે કરાવવીં જોઈએ. જેથી બાળકો કોમ્પ્યૂટર, મોબાઈલ, ટેબલેટ, વિડિયોગેમ વગેરેનો મર્યાદિત ઉપયોગ કરતાં થાય અને રમતગમત નાં માધ્યમથી તંદુરસ્ત પણ રહે.

આ પણ વાંચો…Story of village: “સોનેરી પાકના મલકમાં બનેલી જાણવા જેવી ઘટનાઃ જાણો, એવુ તો શું બન્યું કે રોજ એક-બે લોકોનું થવા લાગ્યું મૃત્યું…!

ADVT Dental Titanium