Drought

Corona & Drought: કોરોના પછી હવે દુકાળના ડાકલા ખેડૂતોના હ્ર્દય થંભાવી રહયો છે..!

Corona & Drought: ગુજરાતમાં કપાસની ખેતી મોટા પાયે થાય છે. કપાસને ખુબ પાણી બીજા શબ્દોમાં કહીએ તો સારા વરસાદની જરૂર પડે છે એવામાં જો આગાહી સાચી પડી તો કપાસ પકવતા ખેડૂતો દેવાના ડુંગરમાં દબાઈ જશે.

Corona & Drought: આખો દેશ જયારે કોરોના સામે લડી રહ્યો છે ત્યારે ગુજરાત સહીત આખા દેશના ખેડૂતો પણ સરકાર સાથે ખભેથી ખભા મિલાવીને ઉભા છે પણ ખેડૂતોને તકલીફ એટલી છે કે સરકાર એમના ખભા પર હાથ મુકવાની જગ્યા એ ચિંતા અને દેવાનો બોજ મૂકી અને વધારી રહી છે, દેશ નો દરેક ખેડૂત પોતાની ફરજ સમજી એક સાચા સિપાહીની જેમ કોરોના સામે લડવાની સાથે સાથે આખા દેશને અનાજ, શાકભાજી, દૂધ, ફળ ફળાદી પૂરું પાડી રહયા છે ત્યારે સરકારની પ્રથમ ફરજ ખેડૂતોને મદદ કરવાનો એમાં પાક બચાવવાનો અને એમના ભવિષ્યની ચિંતા કરવાનો છે.

સરકાર કદાચ ચિંતા અને ચિંતન કરતી જ હશે પણ સરકાર ને શું ખબર છે કે કોરોનાની ત્રીજી લહેર માં ખેડૂતોનું શું થશે ? મોસમ વિભાગે જે આગાહી કરી છે એ પ્રમાણે એક બાજુ કોરોનાનો કાળ ને બીજી બાજુ વરસાદની ખેંચ ખેડૂતોને બંને બાજુથી હેરાન કરશે.જો કોરોનાનો કહેર આવો ને આવો લાબાતો રહ્યો તો બિચારો અને બાપડો ખેડૂત અને એમના પરિવાર જનો નું શું થશે ? સરકારે એમના ભવિષ્ય સાથે દેશના ભવિષ્યની ચિંતા કરી ને ખેડૂતોમાટે કોઈ નક્કર આયોજન કરવાની જરૂર છે,નહિ તો કોરોનામાં વરસાદ ખેંચતા ખેડૂતો ની માઠી બેઠી જશે.

dilipsinh kshatriya

ગુજરાત સહિત કેટલાય રાજ્યોમાં વરસાદ પડી રહ્યો નથી જેના કારણે આ વર્ષે દુકાળની સંભાવના(Corona & Drought) દેખાઈ રહી છે.એક બાજુ કોરોનાને બીજી બાજુ દુકાળ જો પડયો તો ખેડૂતોની સાથે સાથે ગુજરાતની આર્થિક સ્થિતિની કમર પણ ભાંગી જવાના એંધાણ છે. કોરોના વાયરસ મહામારીના કારણે દેશ અને ગુજરાતની સરકાર પહેલેથી આર્થિક તાણ અનુભવી રહી છે. એવામાં જો દુકાળ પડ્યોતો સરકાર સામે અનેક પ્રશ્નો મોઢું ફાડીને ઉભા થઇ જશે.

સરકાર જેમ તેમ કરી ને કોરોના સામે તો લોકોને સમજાવી લેશે પણ દુકાળનું શું કરશે ? 2022માં ગુજરાતના લોકો ખેડૂતો ને સરકાર પાસે આપવા માટે કોઈ જવાબ કે સમાધાન કદાચ નહિ હોય. મોસમ વિભાગના અનુમાન મુજબ જો આવો જ વરસાદ રહ્યો તો ખેડૂતોને સિંચાઇ માટે તો શું ગુજરાતમાં પીવાના પાણીની સમસ્યા પણ દુકાળનાં કારણે જોવા મળશે કારણે કે નર્મદા સિવાયનાં તમામ ડેમ પાણી વિના સુકાઈ રહ્યા છે.

ગુજરાતમાં સામાન્યપણે મધ્ય જૂનથી મધ્ય સપ્ટેમ્બર મહિના સુધી વરસાદી સિઝન જામતી હોય છે. ગયા વર્ષે જ્યાં નવમી ઓગસ્ટ સુધી માં જ 449.3 mm વરસાદ ગુજરાતમાં પડ્યો હતો ત્યાં આ વર્ષે 15 ઓગસ્ટ સુધી માત્ર 304.7 mm વરસાદ જ પડ્યો છે. એક અંદાજ મુજબ 12મી ઓગસ્ટનાં રોજ ગુજરાતની નદીઓમાં માત્ર 30થી 35 ટકા જ પાણી બચ્યું હતું. ગુજરાતમાં અત્યારથી સ્થિતિ એટલી ખરાબ થઇ રહી છે કે સિંચાઇ માટે રાજ્ય સરકારે નર્મદા નદીમાંથી બે સપ્તાહ માટે પાણી છોડવાની નોબત આવી હતી.

ગુજરાતની સૌથી વધારે ચિંતા સૌરાષ્ટ્રનાં ખેડૂતોને થઈ રહી છે. સૌરાષ્ટ્રનો વિસ્તાર એમ પણ પાણી અને સિંચાઈના પ્રશ્નો સામે વર્ષોથી લડે છે એવામાં જો એક અઠવાડિયામાં વરસાદ નહીં આવે તો બધો પાક નિષ્ફળ જતો રહેશે. કેમકે પાક માટે જુલાઇ અને ઓગસ્ટ મહિનામાં જ સૌથી વધારે પાણીની જરૂર પડે છે. એવામાં બંને મહિના કોરા ધાકોર રહ્યા છે અને દિવસો પસાર થઈ રહ્યા છે.

ગુજરાતમાં 23 ઑગસ્ટ સુધીમાં વરસાદની ઘટ 46 ટકા રહી છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતાં 49 ટકા ઓછો વરસાદ પડ્યો છે.સુરેન્દ્રનગરમાં આ વર્ષે તેની સરેરાશ કરતાં 63 ટકા ઓછો વરસાદ થયો છે તો કચ્છમાં સરેરાશ કરતાં 57 ટકા ઓછો વરસાદ થયો છે. જામનગર, ગીર-સોમનાથ તથા પોરબંદરમાં વરસાદની ઘટ 50 ટકાથી વધારે છે.એટલે કે સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લાઓમાં તેની સરેરાશ કરતાં ઓછો વરસાદ થયો છે.અડધાથી વધારે ચોમાસું પૂર્ણ થઈ ગયું છે અને હજી વરસાદની કોઈ શક્યતા જણાતી નથી. જો આવી જ સ્થિતિ રહી તો અનેક વિસ્તારોમાં શિયાળાથી જ પીવાના પાણીની તંગી સર્જાવાની સ્થિતિ પેદા થઈ શકે છે.

  • જગતના તાતની સ્થિતિ તો છેલ્લા બે વર્ષથી ખરાબ છે.કોરોના કાળ થયો ત્યારથી તૈયાર પાકના ભાવો યોગ્ય નથી મળી રહ્યા બીજી બાજુ પાણીની ખેંચ જો પડી તો ગુજરાતના ખેડૂતો કોની પાસે મદદ માંગવા જશે?
  • ગુજરાતમાં કપાસની ખેતી મોટા પાયે થાય છે .કપાસને ખુબ પાણી બીજા શબ્દોમાં કહીએ તો સારા વરસાદની જરૂર પડે છે એવામાં જો આગાહી સાચી પડી તો કપાસ પકવતા ખેડૂતો દેવાના ડુંગરમાં દબાઈ જશે.

આ પણ વાંચો…119 day corona treatment: કોરોના અને તેના લીધે બગડી ગયેલા ફેફસાંને સુધારવાની 119 દિવસ સારવાર આપીને પુષ્પાબેનને કર્યા રોગમુક્ત

Whatsapp Join Banner Guj