Gunfire in kabul

Gunfire in kabul: સિરિયલ બ્લાસ્ટના બે દિવસ બાદ કાબુલમાં ભારે ગોળીબાર, ભયનો માહોલ યથાવત

Gunfire in kabul: કાબુલ બ્લાસ્ટના જવાબમાં અમેરિકી સૈન્યએ નાંગરહાર પ્રાંતમાં ISIS-K ની જગ્યાઓ પર એર સ્ટ્રાઈક કરી

કાબુલ, 28 ઓગષ્ટઃ Gunfire in kabul: અફઘાનિસ્તાન તરફથી આ સમયે મોટા સમાચાર એ છે કે, કાબુલમાં ભારે ગોળીબાર થયો છે. અહીં તૂટક તૂટક ફાયરિંગ ચાલુ છે. ફાયરિંગના કારણે લોકો ભયમાં છે. અફઘાનિસ્તાનમાં આતંકનો લોહિયાળ ખેલ ચાલુ છે.

દરમિયાન, અમેરિકાએ કાબુલ એરપોર્ટ પર વધુ આતંકવાદી હુમલાની શક્યતા વ્યક્ત કરી છે. અમેરિકાએ તેના નાગરિકોને કાબુલ એરપોર્ટથી દૂર રહેવા કહ્યું છે. જોકે, ચેતવણી બાદ પણ કાબુલ એરપોર્ટની બહાર ભારે ભીડ જોવા મળી રહી છે.

આ પણ વાંચોઃ Tokyo Paralympics: ગુજરાતની ભાવિના પટેલે મારી ટેબલ ટેનિસ ફાઈનલમાં એન્ટ્રી, હવે ગોલ્ડની આશા

ઉલ્લેખનીય છે કે, કે અમેરિકાએ કાબુલ હુમલાના 36 કલાકની અંદર ISIS-K નો બદલો લીધો છે. અમેરિકાની સેનાએ અફઘાનિસ્તાનમાં મોટી કાર્યવાહી કરી છે. કાબુલ બ્લાસ્ટના જવાબમાં અમેરિકી સૈન્યએ નાંગરહાર પ્રાંતમાં ISIS-K ની જગ્યાઓ પર એર સ્ટ્રાઈક કરી છે. એવો દાવો કરવામાં આવે છે કે અમેરિકી સેનાએ કાબુલ બ્લાસ્ટના કાવતરાખોરોને પણ મારી નાખ્યા છે.

કાબુલ હુમલા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેને જે કહ્યું તે પૂર્ણ કર્યું છે. એર સ્ટ્રાઈક બાદ અમેરિકાએ લોકોને કાબુલ એરપોર્ટ પરથી ખસી જવા કહ્યું છે. તે જ સમયે, કાબુલ બ્લાસ્ટમાં મૃત્યુઆંક 200 ને વટાવી ગયો છે.

Whatsapp Join Banner Guj